Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ફોરેકસ ટ્રેડીંગના નામે ચાલતાં કોલ સેન્ટરના દરોડા કેસમાં આરોપીના શરતી જામીન મંજુર

રાજકોટ તા. ર૦: રાજકોટના ચકચારી એવા ફોરેકસ ટ્રેડીંગના નામે ચાલતા કોલ સેન્ટર પરના દરોડા અંગેના કેસમાં આરોપીના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે, તા. ૧૩-૧-ર૦ર૧ના રોજ ડીસીબી પો. સ્ટે.ના સ્ટાફના માણસો દ્વારા ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝામાં ઓફિસ ભાડે રાખી તેના પર કોઇ પણ જાતના લાયસન્સ વગર ફોરેકસ ટ્રેડીંગ, ''ઇગલ ટ્રેડ'' ''ગ્લોબલ ટ્રેડ'' નામની મોબાઇલ એપ્લીકેશન બનાવીને ભારતના અલગ અલગ રાજયમાં રહેતા નાગરીકોને ફોન કરી ર૦૦ થી પ૦૦ ડોલર એટલે કે ૧૦ થી ૩પ હજાર રૂપિયા સુધીની રકમ ઉપરની એપ્લીકેશનમાં પૈસા નાખી ૧૦૦% નફો આપે તેવા વિસ્તારમાં લઇ અલગ અલગ રાજયના નાગરીકને તેના બેંક એકાઉન્ટ થવા યુ.પી.આઇ. મારફતે વિથ ડ્રો કરવા હોય તો અમારા બેંક એકાઉન્ટમાં ૩૦% કમીશન જમા કરાવો જેથી કસ્ટમર પૈસા જમા કરાવે તો તેને પુરા પૈસા પરત આપેલ નહીં. આમ, ઉપરોકત એપ્લીકેશનમાં મેન્યુપ્લેટ કરી ખોટો પ્રોફીટ કસ્ટમરના એકાઉન્ટમાં ડીસ્પ્લે કરી સાઇબર ક્રાઇમનો ગુન્હો કરેલ હતો. જેથી ડીસીબી પો. સ્ટે.ના સ્ટાફે કુલ ૭ આરોપીની ધરપકડ કરેલ હતી. જે આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૧૯, ૪ર૦, ૧ર૦(બી), ૧૧૪ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ કરેલ હતો.

પોલીસ અધીકારી દ્વારા દીન-૩ ના રીમાન્ડ પુરા થતા વધુ રીમાન્ડની પોલીસ દ્વારા કોર્ટમાં માંગણી કરવામાં આવતા જેમાં અરજદાર/આરોપી કોમલબેન હરેશભાઇ પ્રાગડા વતી તેમના એડવોકેટ દ્વારા રીમાન્ડ અંગેની દલીલો કરતા અને સરકારી વકિલશ્રીની દલીલને ધ્યાને રાખીને આ કામના અરજદાર/આરોપીના રૂ. ૧પ૦૦૦/- ના અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના અરજદાર/આરોપી વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતા.

(2:55 pm IST)
  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST