Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હત્યાની કોશિષના ગુન્હામાં આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી

રાજકોટ તા. ર૦: ખુનની કોશીશ ના ગુન્હામાં આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

ફરીયાદ પક્ષના કેસની ટુંક હકીકત મુજબ ફરીયાદી અલ્તાફભાઇ આમદભાઇ જસરાયા રાજકોટ શહેરમાં મોચી બજાર મચ્છીપીઠમાં વેપાર કરે છે. બનાવના ૧પ દિવસ પહેલા સલીમ કરીમભાઇ કાથરોટીયા તથા કેસરીપુલ નીચેની ફરીયાદીના દિકરા રીયાઝનું મોટર સાયકલ પડાવી લીધું હતું તથા તે મોટર સાયકલ પરત આપી દેવા માટે ફરીયાદીના ભાઇએ આરોપીને ફોન કરેલ હોય તે બાબતનું મનદુઃખ રાખી તા. ૧૯/૧ર/ર૦ર૦ના રોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ ફરીયાદી મચ્છીપીઠ પાસે આવેલ હતા ત્યારે ઇબ્રાહીમ ઉર્ફે ઉભલો કરીમભાઇ કાથરોટીયા તથા તેના ભાઇઓ સલીમ કરીમભાઇ તથા ફીરોજ, સિકંદર, મહંમદ ઉર્ફે મેબલો અને ફારૂક તથા સમીર હાસમભાઇ બધા આવેલ તે સમયે સલીમના હાથમાં ધોકો હતો અને સલીમે ફરીયાદીને માથાના ભાગે ધોકો મારી દીધેલ તથા ઇબ્રાહીમ ઉર્ફે ઉભલાના હાથમાં છરી હતી અને ઇબ્રાહીમે ફરીયાદીને આજે તો પતાવી જ દેવો છે. તેમ કહી છરી મારવા ફરીયાદીની પાછળ દોડેલ તથા તે સમયે તમામ આરોપીઓ પણ ફરીયાદીને મારવા ફરીયાદીની પાછળ દોડેલ, જેથી ફરીયાદી પડી ગયેલ. તે દરમ્યાન માણસો ભેગા થઇ ગયેલ આરોપીઓ બનાવ સ્થળેથી ભાગી ગયેલ. બનાવની ફરીયાદીએ બનાવની ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૩૦૭, પ૦૪, પ૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટની કલમ ૩૭(૧), ૧૩પ વિગેરે મુજબના ફરીયાદ આપેલ.

આ કામે સમીર આફરીદી હાસમભાઇ કટારીયા, એ તેના વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવ મારફત રાજકોટ સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવ, એ દલીલો કરેલ તથા સરકારી વકીલશ્રીએ દલીલો કરેલ તેમાં સેસન્સ કોર્ટે સમીર આફરીદી હાસમભાઇ કટારીયાના વકીલશ્રીની દલીલો માન્ય રાખી આગોતરા જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામે સમીર આફરીદી હાસમભાઇ કટારીયા, વતી એડવોકેટ રાજેશ કનુભાઇ ધ્રુવ, ભુમીકા એચ. ગજેરા, અંજુમ દોઢિયા, પ્રગતી માંકડીયા, હિરેન પંડયા, પુજા જાંબુડીયા, નીરજ સોલંકી, અમીત કોઠારી રોકાયેલ હતાં.

(2:55 pm IST)