Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટની મહિલા એડવોકેટને અમદાવાદમાં એન્જીનિયર પતિ અને તબીબ સાસુ-સસરાનો ત્રાસ

મારો દીકરો IT એન્જીનિયર છે, તેને પૈસાવાળાની છોકરી મળી જાત કહી ૧૦ લાખની માગણી કરી : પતિ તનવીર મોર, તબીબ સાસુ નરગીસબેન અને સસરા હારૂનભાઇ મોર સામે ગુનો

રાજકોટ તા. ર૦: શહેરના જયુબેલીમાં બી.એસ.એન.એલ.ની ઓફીસ પાછળ અમર એપાર્ટમેન્ટમાં માવતર ધરાવતા મહિલા એડવોકેટને અમદાવાદ રહેતા પતિ અને તબીબ સાસુ-સસરા 'મારો દીકરો આઇ.ટી.એન્જીનિયર છે તેને પૈસાવાળાની છોકરી મળીજાત પરંતુ તુ ભટકાણી કહી', ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જયુબેલીમાં બી.એસ.એન.એલ.ની ઓફીસ પાછળ ગણાત્રા શેરી નં.રમાં આવેલ અમર એપાર્ટમેન્ટમાં રહેતા અંજુબેન તન્વીરભાઇ મોર (ઉ.૩૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદ સરખેજ રોડ પર સીટી પ્લેસ સીનેમા સામે અકીરા એપાર્ટમેન્ટમાં ૯૦૧ નંબરના ફલેટમાં રહેતા પતિ તનવીર મોર, તબીબ સાસુ નરગીસબેન મોર અને સસરા હારૂનભાઇ મોરના નામ આપ્યા છે. અંજુમબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માતા-પિતા સાથે છેલ્લા દોઢ મહિનાથી રહે છે. પોતે મોચીબજાર કોર્ટમાં વકીલાતની પ્રેકટીશ કરે છે. પોતાના તા.૧૪/૬/ર૦ના રોજ અમદાવાદના તન્વીર હારૂભાઇ મોર સાથે બીજા લગ્ન થયા હતા અને પતિ તન્વીરના ત્રીજા લગ્ન છે તે આઇ.ટી. એન્જીનીયર છે. લગ્ન બાદ પોતે અમદાવાદમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન જીવન પંદર દિવસ ચાલેલ બાદ સાસુ-સસરા ડોકટર હોય, તેથી પોતાને કહેલ કે, તારી સ્ક્રીન ફીકી લાગે છે આ દવા લે' તેમ કહી પોતાને દવા આપતા દવાના હિસાબે પોતાને ગળામાં ચાંદા પડી ગયેલ જેથી પોતે દવાની ના પાડતા સસરા એકદમ ઉશ્કેરાઇને કહેલ કે ' 'ડોબા જેવી દવા તો લેવી જ પડશે' તે કહી પોતાના પર પ્રેસર રાખતા પોતે રસોઇ બનાવતા હોય, ત્યારે સાસુ આવીને બેસે અને 'મીઠાથી માંડી તમામ વસ્તુ કેમ નાખવી કેમ ન નાખવી તેમ' મેણાટોણા મારતા હતા આ બાબતે પતિને વાત કરતા ઉગ્ર થઇને 'મારા મમ્મી-પપ્પા કહે તેમજ તારે કરવાનું છે' તેમ કહેતા હતા. અને સાસુ-સસરા કહેતા કે 'મારો દીકરો આઇટી એન્જીનીયર  છે તારાથી સારી પૈસાવાળાની છોકરી મળી જાત અને અમને તો એકલાખ  રૂપિયા કમાતી છોકરી મળતી'તી પણ અમારા ભાગ્ય ખરાબ કે, તુ ભટકાણી અમારી મોટી વહુ કરોડપતિની દીકરી છે અને તેના મા-બાપએ બેંગ્લોરમાં મકાન લઇ આપેલ છે.'

તારા મા-બાપને કહે દસ લાખ મોકલે ? 'તેમ કહી પૈસાની માગણી કરતા પોતે ના પાડી હતી આ વાત પતિને કરતા તે પણ પૈસાનો લાલચુ હોય તે પણ કહેતા કે 'એમાં શું મા-બાપ તો દીકરીને પૈસા આપે તારા મમ્મી-પપ્પા પૈસા આપે તો લેતી આવ' તેમ કહી પતિ પણ પૈસાની માગણી કરવા લાગેલ જેથી આ બાબતે પોતે પોતાના માતા-પિતાને વાત કરતા તેમણે 'બધુ સારૂ થઇ જશે' તેમ આશ્વાસન આપેલ તેથી પોતે બધુ સહન કરતા હતા. પરંતુ સાસુ-સસરા કામવાળીને જેમ રાખતા હતા.

દોઢ મહિના પહેલા સસરાએ કહેલ કે કરિયાવરમાં કંઇ લાવેલ નથી તેમ કહી ગાળો બોલવા લાગેલ આ બાબતે પતિને વાત કરતા તેણે કહેલ કે 'પપ્પા તો ઘરમાંં બોલશે જ તને ગમતુ ન હોય તો સામાન ભરીને જતી રહે તેમ કહેતા સસરા જોર જોરથી બોલવા લાગેલ અને ગુસ્સે થઇને મારવા દોડેલ અને કહેલ કે બાલકનીમાંથી તારો ઘા કરી મારી નાખીશ ત્યરે પતિએ પણ ભડો દેવાની વાત કરતા પોતે તાકીદે બેડરૂમમાં જતી રહેલ બાદ પોતે ૧૮૧માં જાણ કરતા બાદ ૧૮૧ ની ટીમે સાસુ-સસરાને સમજાવતા તે સમજતા તૈયાર ન હોઇ, તેથી પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એ.જે. લાઠીયાએ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)