Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કોઠારીયા રોડ ગોકુલપાર્કમાં રાજુ ગોસ્વામીની છરીના ઘા ઝીકી હત્યા : સમાધાન માટે બોલાવી રહેંસી નાખ્યો

રાજકોટ : વાવડી ગામમાં રહેતો રાજુ સુરેશભાઈ ગોસ્વામી નામનો યુવાન આજે સાંજે કોઠારીયા રોડ ગોકુલપાર્કમાં આવેલ હરિદર્શન નામની દુકાન પાસે તેના મિત્રો જયેશ મંડ ,દેવો જાડેજા,અને દિવ્યેશ લાવડીયા સાથે ઉભો હતો અને સામાન્ય બોલાચાલી થતા મિત્રોએ ઉશ્કેરાઈને રાજુ ગોસ્વામીને પેટના છરીના ઘા ઝીકી દેતા હત્યા કરી નાખી હતી

 આ બનાવ બાદ દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય શખ્શો ભાગી ગયા હતા બાદમાં બાવાજી યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી  બાવાજી યુવાન રાહુલ ઉર્ફે ગોસ્વામીની હત્યામાં એવું ખુલ્યું છે કે  સમાધાન માટે બોલાવી રહેંસી નાખ્યો છે

  કોઠારીયા રણુજા મંદિર બાલાજી કોમ્પ્લેક્સ સામે મૂળ વાવડીના રાહુલ ઉર્ફે રાહુ સુરેશભાઈ ગોસ્વામીને છરીના ઘા ઝીંકી આંતરડા કાઢી નાખી હત્યા  કરાઈ છે ગઈકાલે ઝગડો થયો હતો. આજે સમાધાન માટે ભેગા થયા ને હત્યા થઈ હોવાનું જાણવા મળે છે

આજીડેમ પીઆઇ એ.એસ. ચાવડા અને ટીમ, ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસીપી એચ.એલ. રાઠીડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ,

મૃતક પરિવારનો એક જ દીકરો હતો.

(10:03 pm IST)
  • દેશભરમાં ઠંડીનો પ્રકોપઃ મધ્યપ્રદેશમાં કાલથી વરસાદ : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ રહેશેઃ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં વાતાવરણ સુંકુ રહેશેઃ સાથોસાથ ઠંડીનો કહેર પણ જોવા મળશેઃ મધ્યપ્રદેશમાં આવતીકાલ ૨૧મીથી ફરી વરસાદ પડશેઃ તેમ સ્કાયમેટ દ્વારા જણાવાયું છે access_time 3:37 pm IST

  • પશ્ચિમ બંગાળમાં કોઈપણ ભોગે એનસીઆર લાગુ કરશું : એક કરોડ મુસ્લિમ ઘુષણખોરોને કાઢી મુક્શું : પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે સરકાર પ્રસ્તાવિત એનપીઆર પણ સમગ્ર દેશમાં લાગુ કરાશે access_time 12:45 am IST

  • ટીઆરસી ધારાસભ્યએ કહ્યું ઔવેસી ભાજપના એજન્ટ છે :બોધન વિધાનસભાના પ્રતિનિધિત્વ કરનાર ટીઆરએસના ધારાસભ્ય શકીલ અહમદેહૈદરાબાદના સાંસદ ઔવેસી પર ગંભીર આરોપ લગાવતા તેને ભાજપના એજન્ટ ગણાવ્યા : ઔવેસીની પાર્ટી મુસ્લિમ ઉમેદવારને હરાવવા અન્ય રાજ્યોમાં ચૂંટણી લડે છે access_time 12:44 am IST