Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં નંબર વન : રાજયના ૧૮ હજાર ગામોને ર૪ કલાક વીજળીઃ દર વર્ષે સવા લાખ ખેતીવાડી વીજ કનેકશનો

ર૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટને નવા ૬૬ કેવી સબ સ્ટેશનની ભેટ આપતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ : ૬૬ કેવી સબ સ્ટેશનથી ર૦ હજાર ગ્રાહકોને ફાયદોઃ કેન્દ્ર સરકાર વીજ કંપનીઓને ૮ થી ૯ હજાર કરોડ સબસીડી ચુકવે છે

પુનીતનગરમાં ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, આ પ્રસંગે ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મોહનભાઇ કુંડારીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. તસ્વીરમાં લોકાર્પણ અને બનાવાયેલ અદ્યતન ૬૬ કેવી સબ સ્ટેશન નજરે પડે છે.

રાજકોટ, તા., ર૦: રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત આજ રોજ શહેર ખાતે નવનિર્મિત ૬૬ કેવી પુનીતનગર સબ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાત રાજયના ઉજામંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરવામાં આવેલ. જે પ્રસંગે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને ધારાસભ્ય (ગ્રામ્ય) લાખાભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા જણાવેલ કે છેલ્લા દસ-બાર વર્ષોમાં ઉર્જા ક્ષેત્રે સમગ્ર ભારતભરમાં ગુજરાત રાજયમાં ઘણો જ વિકાસ થયેલ છે. છેલ્લા દસ વર્ષોથી રાજયની ચારેય ડીસ્કોમ વિજ કંપનીઓ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. તેમજ જયોતી ગ્રામ ફીડરો દ્વારા રાજયના ૧૮૬૩૮ ગામોને સતત ર૪ કલાક વિજ પુરવઠો પુરો પાડી રાજયના ગામડાઓને વિકાસ કરી રોજગારી પ્રસ્થાપીત કરી ગામડાઓના લોકોને પગભર કરી આર્થિક સધ્ધરતા આપવામાં આવેલ છે.

રાજયભરમાં ખેતીવાડી વિજ કનેકશનોને ગુણવતા સભર વિજ પુરવઠો મળી રહે તે માટે દર વર્ષે ૧૪૦ જેટલા વિજ સબ સ્ટેશનો ઉભા કરવામાં આવે છે અને દર વર્ષે અંદાજે ૧,રપ,૦૦૦ જેટલા નવા ખેતીવાડી વિજ કનેકશનો આપવામાં આવે છે. જેના સબસીડીનું ભારણ રાજય સરકાર ખેડુતોને વિજદરોમાં કોઇ પણ જાતનો વધારો કર્યા વગર ફકત ૬૦ પૈસા યુનીટ ચાર્જથી વિજળી આપી સબસીડીનું ભારણ સરકાર છેલ્લા દશ વર્ષોથી ભોગવે છે અને વાર્ષિક અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડ રૂ. સબસીડીની રકમ વિજ કંપનીઓને સરકાર ચુકવે છે. આજે રાજકોટ શહેરના પુનીતનગરમાં નવુ વિજ સબ સ્ટેશન ઉભુ કરી લોકાર્પણ કરવામાં આવે છે. જેનો ખર્ચ ૬.૧૪ કરોડ કરવામાં આવેલ છે. જેના થકી રાજકોટ શહેરના અને આસપાસના વિસ્તારના અંદાજે ર૦ હજાર જેટલા ગ્રાહકોને ગુણવતા સભર સાતત્યપુર્ણ વિજ પુરવઠોની સુવિધા મળશે.

રાજય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં ૨૫૦ કી.મી. ૧૧ કે.વી. ફિડરોનું અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ પુર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ વધુ બજેટની સરકાર દ્વારા ફાળવણી કરી બાકીના ૧૧ કેવી ફિડરો -લાઇનોનું વિજળીકરણ કરી વિજ અકસ્માતો ન થાય તે બાબતનું ધ્યાન રાખી વ્યવસ્થા કરવામાં આવશે. આમ છેલ્લા દશ-બાર વર્ષોમાં ઉર્જાક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બમણાથી વિકાસ થયેલ છે.

(4:06 pm IST)