Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પીજીવીસીએલના બીલો હવે કોઇપણ પ્રાઇવેટ બીલ કલેકશન સેન્ટરમાં ભરી શકાશે

રાજકોટ  : શહેરના કોઇપણ વિસ્તારના તથા આજુબાજુના ગામડાઓના વીજળી બીલો રાજકોટ શહેરમાં આવેલ કોઇપણ પ્રાઇવેટ બીલ કલેકશન સેન્ટરમાં સવારે ૯ થી સાંજે ૭ સુધી ભરી શકાય તેવી વ્યવસ્થા કરેલ હોઇ તેનો લાભ લેવા પી.જી.વી.સી.એલ. બીલ કલેકશન એજન્સી એસોસીએશન એ અનુરોધ કરેલ છે.

મુખ્ય કલેકશન સેન્ટરો : (૧) જય સરદાર, માયાણી ચોક, (ર) સુચિ કલેકશન, કાલાવડ રોડ, (૩) બાપા સિતારામ, ઇન્દીરા સર્કલ, (૪) ત્રિમૂર્તિ, મોરબી રોડ, (પ) રાજલક્ષ્મી, સંતકબીર રોડ

(4:02 pm IST)