Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

'સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' પ્રદાન સમારોહ સંપન્ન

પૂર્વ પ્રાથીમક શિક્ષણ ક્ષેત્રે અણુમાલાના સ્વાતિબેન શાહ * પ્રાથમિક ક્ષેત્રે જોરાવરનગરના રમેશચંદ્ર મુલિયા * માધ્યમિક ક્ષેત્રે રાજકોટના ભરતસિંહ પરમારને એનાયત

રાજકોટ : સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. ઇન્સ્ટીટયુટ ઓફ કવોલીટી એજયુકેશનના મધ્યસ્થખંડમાં યોજાયેલ આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થા નિયામક દીપકભાઇ જોશીએ પ્રાસંગીક પ્રવચન કરી એવોર્ડ અંગેની વિસ્તૃત માહીતી રજુ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જાણીતા શિક્ષણવિદ્દ મનસુખભાઇ સલ્લા અને અતિથિ વિશેષ તરીકે શામળદાસ કોલેજ ભાવનગરના નિવૃત્ત પ્રિન્સીપાલ ગંભીરસિંહ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૨૦૧૮-૧૯ માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કલરવ કિન્ડર ગાર્ટન સ્કુલ અણુમાલા (તા. વ્યારા)ના સ્વાતિબેન શાહ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પે સેન્ટર શાળા નં. ૭ જોરાવરનગર (જિ. સુરેન્દ્રનગર), માધ્યમિક શિક્ષણક્ષેત્રે લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ભરતસિંહ પરમારને એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમમાં  સમારોહ અધ્યક્ષ અને અતિથીશ્રી તેમજ એફ. એમ. વિરાણી, ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇ, સંસ્થા સંસ્થાપિકા શ્રીમતી ઉષાબેન જાનીના હસ્તે સન્માની શિક્ષકો સુતમાલા, શિલ્ડ રૂ. ૨૦૦૦૦ નો રોકડ પુરસ્કાર, સન્માનપત્ર તેમજ પુસ્તક સંપુટ અર્પણ કરાયા હતા. શહેરના અગ્રણીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વાલીગણ, વિદ્યાર્થીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)