Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

પવનથી કાનના પડદા ઉપર સોજો આવે, દુઃખાવો થાય તો તુરંત ડોકટરની સલાહ લેવી

શિયાળામાં થતા કાન-નાક-ગળાના રોગો તેની તકેદારી- સારવાર અંગે માહિતી આપતા ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠકકર

આમતો શિયાળો એટલે તંદુરસ્ત ઋતુ ગણાય પરંતુ ઠંડી ને લીધે કાન નાક તથા ગળા ના રોગો આ ઋતુ માં વ્યાપક રીતે વધી જાય છે.તો ચાલો જાણીએ આ રોગો વિશે અને તકેદારી લઈ કઈ રીતે બચી શકાય આ તકલીફો થી તે વિષે જાણીએ. સૌથી પહેલા કાન વિશે જાણીએ કાન નો દુખાવો.કાન ના રસી,બહેરાશ, કાન માં ધાક પડવી. ઠંડો પવન કાન માં લાગવાથી કાન ના પડદા ઉપર સોજો આવવો, દુખાવો થવો વિ.ઉપરોકત સમસ્યા થાય છે અને જો અવગણવા માં આવે તો કાન માટે કાયમી નુકશાન થઈ શકે છે બહાર જતી વખતે કાન પર મફલર, સ્કાફ, કાનપટ્ટી અચૂક પહેરો.અને જો કાન માંથી પાણી નીકળે દુખાવો થાય બહેરાશ લાગે તો કોઈ પણ જાતના ટીપા ડોકટરી સલાહ વગર ના વાપરવા અને તાત્કાલીક કાન નાક ગળા ના ડોકટર ની સલાહ લેવી. શિયાળા માં નાક અને સાયનસ ના દર્દો માં પણ ઠંડી ને લીધે વધારો જોવા મળે છે.કેમ કે ઠંડી હવા સૂકી હોય છે. તેથી નાક બંધ થવું, માથું દુખવું. નાક માંથી પાણી પડવું વી. સમસ્યા ઉદ્દભવે છે.નાના બાળકો ના નાક માં સૂકી હવા ને લીધે ડ્રાયનેસ થવી અને નાક માં સૂકી ફોતરી જામી જવી અને તે ખોતરવા થી નાક માંથી લોહી નીકળવાની સમસ્યા પણ આ ઋતુમાં વધે છે. તકેદરીમાં નાક અને મો ને સરખી રીતે ઢાંકી શકાય તેવું મફલર કે સ્કાફ વાપરવું.ઘરગથ્થુ ઉપાય ગરમ પાણી નો નાસ લેવો.ગળા ની તકલીફ પણ આ ઋતુ માં વધે છે કેમ કે ઠંડી હવા સૂકી હોવાને લીધે લાળ નું પ્રમાણ ઘટે છે અને ગળા માં ડ્રાયનેસ વધે છે તેથી સૂકી ખાંસી, ગળા નો દુખાવો,અને અવાજ નો બદલાવ જેવી સમસ્યા ઉદ્ભવે છે.ઉપાય નમક વાળા ગરમ પાણી ના કોગળા કરવા.હળદર વાળું ગરમ દૂધ પીવું.પૌષ્ટિક અને ગરમ ખોરાક લેવો જેથી રોગ પ્રતિકારક શકિત વધે. ઠંડી અને તળેલી વસ્તુ ખોરાક માં ના લેવી.જો ગળા માં દુખાવા માં ફરક ના જણાય, તાવ આવે કાનમાંથી રસી આવે,કાન માં દુખાવો થાય, બહેરાશ આવે , નાક માંથી પીળા કે લીલા રંગ નું ઘટ્ટ પ્રવાહી નીકળવું,નાક માંથી લોહી આવે ,તો તાત્કાલિક કાન નાક ગળા ના ડોકટર ની સલાહ લેવી કેમકે કયારેક સામાન્ય ગણાતી તકલીફ ગંભીર પરિણામ માં પરિવર્તિત થઈ શકે છે .હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ,વિદ્યાનગર મેઈન રોડ,રાજકોટ.ફોન ૦૨૮૧-૨૪૮૩૪૩૪.

(10:58 am IST)