Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રાજકોટ જિલ્લા જેલમાં સુરક્ષામાં છીંડા: અઠવાડિયામાં પ્રતિબંધિત વસ્તુઓના મળ્યાનો વધુ એક કેસ નોંધાયો

ફરી જેલમાંથી તમાકુની બાર પડિકીઓ, મોબાઈલ ચાર્જર તેમજ મોબાઈલ મળ્યા

રાજકોટની જિલ્લા જેલમાં પણ સુરક્ષામાં છીંડા જોવાયા છે  માત્ર એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાના બે કેસ નોંધાયા છે. ફરી જેલમાંથી તમાકુની બાર પડિકીઓ, મોબાઈલ ચાર્જર તેમજ મોબાઈલ મળી આવ્યા હતા. આ જ અઠવાડિયામાં અગાઉ પણ મોબાઈલ મળવાની ઘટના સામે આવી હતી.

  આ ઉપરાંત થોડા દિવસ અગાઉ દડામાં તમાકુ નાખી જેલમાં ઘૂસાડવાનું કારસ્તાન સામે આવ્યું હતું. રાજકોટની જેલમાં વારંવાર પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.

   આ અંગે હાલ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલગ-અલગ પુરાવાઓ એકત્રિત કરી પોલીસ તપાસ કરી રહી છે. જોકે પોલીસને આશંકા છે કે બહારથી કોઈ દિવાલ કુદીને અંદર વસ્તુ પહોંચાડતા હોય શકે છે

  . આ અંગે જેલની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જેલના ટાવર પરથી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોને પણ એલર્ટ કરવામાં આવશે. તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(8:53 am IST)