Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કોઠારીયાના ૨૪ હજાર મકાનધારકોને હવે પાણીની નીરાંતઃ ૨૯ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન

ન્યારી ડેમ-૧ની રૈયાધાર એકસપ્રેસ ફીડર પાઇપલાઇનનો રૂ. ૪.૪૩ કરોડનો ખર્ચ મંજુર કરતી સ્ટે.કમિટિઃ દલસુખભાઇના પ્રયાસો સફળ

રાજકોટ તા. ૨૦ : કોઠારીયા વિસ્તારમાં પાણી વિતરણ સુવ્યવસ્થિત બને તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં જુદા જુદા વિસ્તારોમાં અંદાજે કુલ રૂ.૨૯ કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું મંજુર કરવામાં આવી છે. આમ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઇના પ્રયત્નો સફળ થયા છે. તિરૂપતિ હેડવર્કસ હેઠળ અંદાજે રૂ.૧૦.૪૦ કરોડના ખર્ચે  કુલ ૪૮૭૯૮ રનીંગ મીટર લંબાઈમાં ડી.આઈ. પાઈપલાઈનનું કામ કરવાનું થાય છે.આ કામગીરી પૂર્ણ થતા જેનો સીધો લાભ શ્રી હરિ સોસાયટી, રામનગર, શ્યામ સુંદર, શિવધારા સોસાયટી, જલારામ સોસાયટી, સનાતન પાર્ક, જુના ગણેશનગર, નવું ગણેશનગર, રણુજા, શિવધામ-૨, નવું ગામતળ, શ્યામ પાર્ક, સોમનાથ સોસાયટી, પટેલ પાર્ક, સંતોષ પાર્ક, કૈલાશ પાર્ક, શિવધામ-૧, ગુજરાત હાઉ.બોર્ડ, જુનું રાધેશ્યામ, નવું રાધેશ્યામ, તિરુપતિ સોસાયટી, બાલાજી પાર્ક, બાલાજી સોસાયટી, શ્રમજીવી સોસાયટી, શ્રી ગણેશનગર, રણુજા ધામ, રણુજા નગર, શિવમ પાર્ક, ગોકુલ પાર્ક, શ્રી રામરણુજા , નંદનવન, ઋષિપ્રસાદ સોસાયટી, ભુવનેશ્વરી,રામપાર્ક, વેલનાથ પાર્ક, જડેશ્વર પાર્ક જેવા અનેક વિસ્તારોના લોકોની પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે.

 

સ્વાતી હેડવર્કસ હેઠળ અંદાજે રૂ.૧૦.૮૭ કરોડના ખર્ચે

કુલ ૫૨૫૯૭ રનીંગ મીટર લંબાઈમાં ડી.આઈ. પાઈપલાઈનનું કામ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા જેનો સીધો લાભ દર્શન પાર્ક, રાધેશ્યામ પાર્ક, સ્વાતી પાર્ક(નવું અને જુનું), જે.કે.પાર્ક, ગોપાલ હેરીટેજ, સોરઠીયા પાર્ક, શ્યામકીરણ, સુરભી રેસી.-૧, શિવ પાર્ક, સુરભી રેસી.-૨, શિવરંજની સોસાયટી, સુમંગલ પાર્ક, મંગળ પાર્ક, હાપલીયા પાર્ક, શિવાલય વાટિકા, જાનકી પાર્ક, અર્જુન પાર્ક,શિવસાગર, ગદાધર રેસી., પ્રમુખ્રાજ સોસાયટી, કોઠારીયા જુનું ગામતળ, રામેશ્વર પાર્ક, સર્વેશ્વર પાર્ક-૧, સર્વેશ્વર પાર્ક-૨, જય પાર્ક, સન પાર્ક, સિલ્વર પાર્ક, રાધા પાર્ક, સુંદરમ પાર્ક, ગોલ્ડન રેસી., શિવભવાની રેસી. જેવા અનેક વિસ્તારોના લોકોની પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે.

નારાયણનગર હેડવર્કસ

અંદાજે રૂ.૭.૭૫ કરોડના ખર્ચે કુલ ૪૨૫૪૧ રનીંગ મીટર લંબાઈમાં ડી.આઈ. પાઈપલાઈનનું કામ કરવાનું થાય છે.આ કામગીરી પૂર્ણ થતા જેનો સીધો લાભ ગુજરાત હાઉ. બોર્ડ, નારાયણનગર, મચ્છોનાગર, શિવશકિત પાર્ક, ગોપાલનગર, હરિદ્વાર-૧, હરિદ્વાર-૨, રાધિકા રેસી., શહીદ ભગતસિંહ રેસી., ગણેશ પાર્ક, અક્ષર રેસી., સીતારામ સોસા., સુભમ સોસાયટી, શીતળાધાર, નુંરાનીપરા, નાગબાઈ પરા, દોલત પરા, ખોડીયાર પરા, પંડિત દીનદયાલ નગર, શકિતનગર જેવા અનેક વિસ્તારોના લોકોની પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે.

આ ત્રણેય કામો થતા અંદાજે ૨૪,૭૩૫ જેટલા મકાનોને આનો સીધો લાભ મળશે. તેમ અંતમાં વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણીએ જણાવેલ.

ન્યારી ડેમ-૧થી રૈયાધાર સુધી ૪.૪૩ કરોડના ખર્ચે પાઇપલાઇન

ન્યારી ડેમ-૧થી રૈયાધાર એક્ષ્પ્રેસ ફીડર પાઇપલાઇન દ્વારા શહેરને  ન્યારી ડેમ-૧ થી કાલાવડ રોડ ઉપર કણકોટ પાટિયા થઈને ન્યારી ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી સપ્લાય કરવા માટે, ૭૧૧ મી.મી. ડાયા.ની એમ. એસ. ટ્રાન્સમીશન મેઇન પાઇપ લાઇન નાખવાનું રૂ.૪.૪૩ કરોડના ખર્ચનું કામ મંજુર કરવામાં આવેલ છે. જેનો લાભ શહેરના વેસ્ટ ઝોન હેઠળ આવેલા તમામ વોર્ડને તેનો લાભ મળશે. અને આ વિસ્તારોમા વસતા લોકોની પાણીની સમસ્યા કાયમ માટે હલ થશે. દલસુખભાઇ જાગાણીએ સ્ટે.કમિટિ સભ્યોનો આભાર માન્યો હતો.(

(4:11 pm IST)