Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વાહન અકસ્માતના ત્રણ કેસોમાં વિમા કંપનીને વળતરની રકમ ચુકવવા હુકમ

રાજકોટ તા.૨૦: વાહન અકસ્માતોના વળતરના જુદા જુદા ત્રણ કેસમાં વિમા કુ. સામે જંગી વળતર ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ અંગેની હકીકત એવી છે કે ગત તા.૩૦-૫-૨૦૧૩ના રોજ સાંંજના આશરે ૬.૩૦ વાગ્યાના સુમારે હળવદના ભવાનીનગરના ઢોળા પર રહેતો દિનેશભાઇ લાભુભાઇ મેવાળા (દલીત) તથા હનુભાઇ નાગજીભાઇ વાઘેલા (દલીત) તથા મુળીના લીયા ગામે રહેતા દલીત દીલીપભાઇ નાગજીભાઇ વાઘેલા કે જેઓ પોતાના મોસા પર ત્રીપલ સવારીમાં જઇ રહ્યા હતા ત્યારે હળવદના ઘનશ્યામપુર ગામના પાદરમા પહોચતા સામેથી મેટાડોર નં.જી.જે.૧૩ ટી ૬૫૯૭ ના ચાલકે આ ત્રણેય વ્યકિતને હડફેટે લીધેલ જેમા દીલીપભાઇ નાગજીભાઇ વાઘેલા તથા દીનેશભાઇ મેવાળાનુ ઘટના સ્થળે મોત નીપજેલ તથા હનુભાઇ વાઘેલાને ગંભીર ઇજા થયેલ જેઓના વારસદારોએ મૃત્યુ બદલ તથા ઇજા સબબ અત્રે રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના દ્વાર ખખડાવેલ અને આ બન્ને મૃત્યુ બદલ આઠ-આઠ લાખની માંગણી કરેલ.

આ વળતર કેસો અત્રે રાજકોટ એડીસ્નલ ડીસ્ટીક કોર્ટમાં ચાલી જતા અરજદારોના એડવોકેટોની દલીલોને    ધ્યાનમાં રાખી તેમજ માંગ્યા કરતા વધારે રકમ મંજુર કરવાના સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં રાખી રાજકોટના એડી.ડીસ્ટ્રીક જજ શ્રી ટી.એસ.બ્રમહભેટ્ટ ગુજ.દીલીપભાઇ ના કેસમા ગુજરનાર મહીને રૂ.૪૫૦૦ આવક કમાતા હતા તેવુ માની તેની ૪૦ ટકા ભવિષ્યની આવક માની કુલ રૂ.૧૦,૯૦,૬૦૦ તથા તેવી રીતેજ ગુજ.દીનેશભાઇના કેસમા મહીને રૂ.૪૫૦૦ આવક કમાતા હતા તેવુ માનીતેના કેસમા કુલ રૂ.૧૦,૩૩,૯૦૦ તથા ઇજા પામનાર હનુભાઇના કેસમા ૮૪,૧૦૦ નુ વળતર મંજુર કરેલ હોયજે રકમ ઉપરોકત મેટાડોરની વિમા કુ.ધી ન્યુ ઇન્ડિયા એસ્યુરંસ કુ. એ જે રકમ ૯ ટકા વ્યાજ સાથે ગુજ.દીલીપભાઇના કેસમા ૧૪,૮૩,૦૦૦ તેમજ ગુજ.દિનેશભાઇ ના કેસમા ૧૪,૦૬,૦૦૦ તેમજ હનુભાઇને કસમા રૂ.૧,૧૪,૦૦૦ મહીના એકમા ચુકવવા હુકમ કરેલ છે.

આ કામમા અરજદાર વતી રાજકોટના વકિલ શ્રી શ્યામ જે. ગોહીલ તથા વાંકાનેરના એડવોકેટ કપીલભાઇ વી.ઉપાધ્યાય રોકાયેલ હતા.

(4:00 pm IST)