Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રૂ. બે લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ થતા આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા. ર૦ : રાજકોટ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા આરોપી નીલ રાજેન્દ્રભાઇ શુકલએ પોતાના ધંધા માટે સ્કાય એન્ટરપ્રાઇઝના નામની ફાયનાન્સમાંથી લીધેલ રકમ પરત ચુકવવા રૂ.ર,૦૦,૦૦૦ નો ચેક રીટર્ન થતા સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશભાઇ વલ્લભભાઇ કાલરીયાએ અદાલતમાં ફરીયાદ દાખલ કરતા રાજકોટના મહે.એડી.ચીફ જયુડી.મેજી.સાહેબે અદાલતમાં હાજર થવા આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હક્કીત જોઇએ તો, રાજકોટ શહેરમાંં પુષ્કરધામ પાસે રહેતા અને સ્કાય એન્ટરપ્રાઇઝના નામે ફાયનાન્સનો ધંધો કરતા  મહેશ વલ્લભભાઇ કાલરીયાએ રાજકોટ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા આરોપી નીલ રાજેન્દ્રભાઇ શુકલ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે, ફરીયાદી સ્કાય એન્ટરપ્રાઇઝના નામે શ્રોફનું લાયસન્સ ધરાવી ફાયનાન્સનો ધંધો કરતા હોય અને આરોપીને તેના ધંધા માટે નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા ફરીયાદી ફાયનાન્સ કંપનીમાંંથી લોન લીધેલ અને જરૂરી દસ્તાવેજો કરી આપેલ અને લીધેલ લોનનું ચુકવણું કરવા આરોપીએ ફરીયાદી ફાયનાન્સ કંપની જોગનો રકમ રૂ.ર,૦૦,૦૦૦ નો ચેક લખી આપેલ હતો.

આ ચેક અપુરતા ભંડોળના શેરા સાથે ચેક રીટર્ન થા રકમની ડીમાન્ડ કરતી નોટીસ ફરીયાદીએ તહોમતદારને પાઠવેલ. તેમ છતા તહોમતદારે ફરીયાદીનું લેણું ચુકવવા દરકાર ન કરતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં દસ્તાવેજી પુરાવા સાથે ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, ફરીયાદ તથા તે સાથેના દસ્તાવેજો, હકીકતો લક્ષમાં લેતા તહોમતદારે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે ગુનો આચર્યાનું સ્પષ્ટ ફલિત થતુ હોય જેથી આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરવા અને યોગ્ય નશ્યતે પહોંચાડવા કરેલ રજુઆતો ધ્યાને લઇ રાજકોટના એડી.એફ જયુડી.મેજી. એ આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાતમાં હાજર થવા હુકમ ફરમાવેલ. ઉપરોકત કામમાં ફરીયાદી સ્કાય એન્ટરપ્રાઇઝના માલીક મહેશભાઇ કાલરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.(૬.૧૭)

(3:59 pm IST)