Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રૂ.સવા ત્રણ લાખનો ચેક પાછો ફરતા આરોપીને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

સજા સાથે ચેક મુજબની રકમનો દંડ પણ કોર્ટે ફટકાર્યો

રાજકોટ તા.૨૦: ચેકરિટર્ન અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપી ધવલ બાબુભાઇ ગજેરાને બે વર્ષની સજા ફટકારી હતી.

રાજકોટ તાલુકાના ગવરીદડ ગામના રહીશ ફરીયાદી ગીરીશભાઇ મકનભાઇ અજાણી તથા રાજકોટ તાલુકાના ગવરીદડ ગામનાં આરોપી ધવલ બબુભાઇ ગજેરા તથા રાજકોટ તાલુકાના કુવાડવા ગામના અન્ય ભાગીદાર અજયભાઇ જેન્તીભાઇ દુધાત્રા વચ્ચે તા.૧૦-૦૩-૨૦૧૪ના રોજથી જે.બી.સેમ. ટેકનોકાસ્ટના નામથી ભાગીદારી પેઢી બનાવેલ. સદરહું ભાગીદારી પેઢીમાંથી ફરીયાદીને છુટા કરતા અને પેઢીનો નફો, વળતર, હીસાબ વિગેરે પેટે કુલ રકમ રૂ.૧૯,૫૦,૦૦૦ પુરા આ કામના આરોપી તથા અજયભાઇ જેન્તીભાઇ દુધાત્રાએ ચુકવવાનું નક્કી કરેલ. જે અંગે અમો ફરીયાદી તથા આ કામના આરોપી તથા અજયભાઇ જેન્તીભાઇ દુધાત્રા વચ્ચે તા.૧૨-૯-૨૦૧૪ ના રોજથી સમજુતી કરાર સમજુતી કરાર રાજકોટના નોટરીશ્રી સમક્ષ નોટરાઇઝડ થયેલ.

સદરહું સમજુતી કરાર મુજબ આ કામના આરોપીએ તેમનું કાયદેસરનું દેવું તથા જવાબદારી સ્વીકારી તે ભરપાઇ કરવા એકસીસ બેંક ભકિતનગર શાખા, રાજકોટ સ્થિત બેન્કનો રકમ રૂ.૩,૨૫,૦૦૦ પુરાનો ચેક ફરીયાદો જોગ ચેક લખી આપેલ છે. તે ચેક પરત ફરતાં, ફરીયાદીએ આરોપીને ડીમાન્ડ નોટીસ આપેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપી સામે રાજકોટ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે આરોપીએ તેના બચાવમાં ફરીયાદી બેન્કનું કાયદેસરનું લેણુ, ભગીદારી પેઢીના હીસાબની રકમ, ચેક ઇસ્યુ કર્યાની હકીકત, ડીમાન્ડ નોટીસ, બજવણી વિગેરે બાબતે તેના એડવોકેટ મારફત કોર્ટમાં એપીયર થયેલ અને આરોપીના એડવોકેટએ આરોપીના બચાવમાં કોર્ટના રેકર્ડ ઉપરના દસ્તાવેજો તથા ફરિયાદની વિગતો વિગેરે ધ્યાને લઇ તે બાબતે દલીલો તથા એપેક્ષ કોર્ટના જજમેન્ટો-ઓથોરીટી વિગેરે રજુ કરેલ અને આરોપી સામેના આક્ષેપો તથા તેની સામે થયેલ નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે ના ગુના સબબ આરોપી ધવલ બબુભાઇ ગજેરાને ૨-વર્ષની કેદની સજા તથા ચેકની રકમ જેટલી દંડની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી ગીરીશભાઇ મકનભાઇ અજાણી વતી રાજેશ એમ.ફળદુ, ચિંતન સોજીત્રા એડવોકેટસ દરજ્જે રોકાયેલ છે.(૧.૮)

(3:59 pm IST)