Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજકોટની નેત્રહીન બહેનોની ગરબા સ્પર્ધામાં રાજય કક્ષાએ ઝળહળતી સિધ્ધી

રાજકોટ : નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાન્ડ ગુજરાત રાજય શાખાના ઉપક્રમે આનંદ ખાતે યોજયેલ અખિલ ભારતીય ગુજરાત નેત્રહિન બ્રેઇલ વાંચન સ્પર્ધામાં રાજકોટની શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની ૮ (આઠ) બહેનોએ સહભાગી થઇને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. પ્રત્યેક વિજેતા સ્પર્ધકને સંસ્થા તરફથી શિલ્ડ એનાયત કરાયા હતા. એજ રીતે તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી અખિલ ગુજરાત નેત્રહિન મહિલા ગરબા સ્પર્ધામાં અર્વાચીન અને પ્રાચીન કૃતિઓમાં અનુક્રમે પ્રથમ, દ્વીતીય સ્થાને આ સંસ્થાના બહેનોએ વિજેતા બની ગૌરવ વધારેલ.

(2:16 pm IST)