Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

કામમાં ઢીલાશ નહી ચાલે!!

પાની લાલધુમઃ વધુ એક એજન્સી બ્લેક લીસ્ટ

વાવડી વિસ્તારમાં ડ્રેનેજની મુખ્ય લાઇન તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાનાં કામે એજન્સી તોલાણી પ્રોજેકટ પ્રા.લી.ને ''બ્લેક લીસ્ટ'' કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટ, તા.૧૯:રાજકોટ શહેરનાં વોર્ડ નં..૧૨માં આવેલ વાવડી વિસ્તાર તથા વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં ડ્રેનેજની મુખ્ય લાઈન તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાના કામમાં નિયત થયેલી એજન્સીશ્રી તોલાણી પ્રોજેકટસ પ્રા. લી. દ્વારા આવશ્યક કરારનામા સહિતની પ્રક્રિયાપૂર્ણ નહી કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ એજન્સીને ૩ વર્ષ માટે બ્લેક લીસ્ટ કરી છે.

 આ અંગે મ્યુ. કોપોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ વોર્ડના કામમાં નિયત ટેન્ડર પ્રક્રિયા કરી સ્થાયિ સમિતિએ તા. ૧૭ ઓકટોબર તેમજ તે પરત્વે તા. ૨૨ ઓન્ટી થી વહીવટી મંજૂરી અન્વયે એજન્સીશ્રી તોલાણી પ્રોજેકટસ પ્રા. લી.ને ટેન્ડરની શરત જી.સી.-(૧૯)ની જોગવાઈ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા સાથે કરારનામું કરી જવા અંગે જણાવવામાં આવેલ હતુ, પરંતુ  એજન્સી દ્વારા કરારનામું કરવામાં ન આવતા ફરી વખત જાણ કરવામાં આવેલ હતી. ટેન્ડરની શરત અને જોગવાઈ (જી.સી.-૧૯) અનુસાર દિવસ-વીસ(૨૦)માં કરારનામું કરવાનું રહે છે. પરંતુ આ કામે આજ-દિન સુધી એજન્સીશ્રી તોલાણી પ્રોજેકટસ પ્રા. લી. દ્વારા ઉપ્ત સંદર્ભિત પત્રોનો કોઈ પ્રત્યુતર અત્રે ફાળવવામાં આવેલ નથી અને કરારનામું કરવામાં આવેલ નથી.

ઉકત વિગતે ટેન્ડરની શરત આઈ.ટી.-(૭) મુજબ કરારનામું કરવા અંગેની જાણ કાર્યના દિન-૨૦માં એજન્સી દ્વારા ધોરણસરનું કરારનામું કરવામાં આવેલ ન હતુ, આ કામેની એજન્સીશ્રી તોલાણી પ્રોજેકટસ પ્રા, લી. ની ઈ.એમ.ડી.ની રકમ જપ્ત કરવા તેઓને રાજકોટ મહાનગરપાલિકાના કામે ત્રણ(૩) વર્ષના સમયગાળા માટે ''બ્લેક લીસ્ટ'' (ડીબાર) કરવાનો મ્યુનિ. કમિશનરશ્રીએ હુકમ કરેલ છે.

(3:58 pm IST)