Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

પિતા પાસેથી બે સગીર જોડીયા પુત્રનો કબજો મેળવવા માતાએ કરેલ અરજી રદ

રાજકોટ તા.૧૯: પિતા પાસે રહેલ માત્ર, વર્ષના બે સગીર બાળકોનો કબ્જો માંગતી માતાની અરજી અદાલતે રદ કરી હત.

રાજકોટના બેટી રામપર મુકામે રહેતા રેખાબેનના લગ્ન કુવાડવા ગામ ખાતે રહેતા અશોકભાઇ બાહુકીયા નામની વ્યકિત સાથે આશરે ૫ વર્ષ પહેલા થયેલ અને આ લગન જીવન થી તેઓને બે સગીર જોડીયા પુત્રોનો જનમ થયેલ જેની ઉપર હાલે માત્ર ૪ વર્ષની છે ત્યારબાદ પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા રેખાબેન  આશરે ૩ વર્ષ પહેલા એટલે કે જયારે સંતાનો માત્ર ૧ વર્ષ નાજ હતા ત્યારે પોતાના માવતરે પરત ફરેલ અને બંને સગીર સંતાનો પતી પાસે રહેલ હતા અને પતી તેની તમામ જવાબદારી ઉપાડતો હતો.

ત્યારબાદ પતીગ્રહેથી નીકળ્યાના ૩ વર્ષ પછી પરણીતાએ પતી પાસે પોતાના બંને બાળકો હોઇ જેથી પતીએ બાળકોનો કબ્જો લઇ લીધેલ છે અને બાળકોને મળવા રમાડવા પણ આપતા નથી અને બાળકોની ઉમર હજી માત્ર ૪ વર્ષની હોઇ જેથી બંને બાળકોના કબજાની માંગ કરતી સી.આર.પી.સી.૯૭ની અરજી રાજકોટની ફોજદારી અદાલતમાં દાખલ કરેલ.

એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની ફોજદારી અદાલતે પત્ની રેખાબેનની માત્ર ૪ વર્ષના બંને જોડીયા બાળકોના કબ્જાની માંગ કરતી અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે જેથી બાળકના કબજા વગર માતાએ અદાલતથી ખાલી હાથે પરત ફરવાનો વારો આવેલ છે.

આ કેસમા પતી અશોક બાહુકીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી તથા સમીમબેન એમ.કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:57 pm IST)