Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

બાર.એસો.ની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાને વિવિધ વકીલ મંડળોનો ટેકો

રાજકોટ તા.૧૯: રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને ૧૯૯૮ની સાલમાં શરૂ કરેલ અને સને-૨૦૦૧ની સાલમાં લબ્ધ પ્રતિષ્ઠિત ''રાજકોટ બાર એસોસીએશન''માં ''કારોબારી સભ્ય''  તરીકે નાની ઉંમરે જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ અને સને -૨૦૦૩ની સાલમાં ''જુનીયર બાર એસોસીએશન'' માં પ્રમુખ તરીકે સર્વસંમતિથી ''બિનહરીફ'' ચૂંટાયેલ હતો તેમજ સને-૨૦૦૮ની સાલમાં ''ઇન્ડિયન એસોસીએશન ઓફ લોયર્સ'' ના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકે નિમણૂંક પામી વકીલોના પ્રશ્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છુ તેમજ સને-૨૦૦૯ની સાલમાં ''ક્રિમીનલ બાર અસોસીએશન, રાજકોટ''ના સેક્રેટરી તરીકે નિમણૂંક થયેલ અને ફોજદારી પ્રેકટીસ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી સત્વરે નિર્ણય લઇ નિકાલ કરેલ હતો તેમજ સને-૨૦૧૦માં રાજકોટ બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્નોનો નિકાલ લાવેલ અને સને-૨૦૧૩ની સાલમાં રાજકોટ બાર એસોસીએશનમાં ''ઉપપ્રમુખ'' તરીકે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઇ આવેલ અને સતત કોર્ટ પ્રિમાઇસીસમાં ૧૧થી ૬ હાજર રહી તેમજ વેલ્ફેર ફંડ અંગેની ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલશ્રીઓના પ્રશ્નોને વાચા આપી નિષ્ઠાપુર્વક, ઇમાનદારીથી કામગીરી કરેલ હતી તથા રાજકોટમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આયોજીત થયેલ તમામ લીગલ સેમીનારમાં ઉત્કૃષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરેલ હતી.

આવનાર સમયની જરૂરીયાત જોતા રાજકોટનાં જુદા-જુદા બાર એસોસીએશનની સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી વિવિધ સમસ્યાઓને પરિણામલક્ષી બનાવવા મેં ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલ છે, જેથી મને તથા એકટીવ પેનલનાં તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોને મતો આપી ચૂંટી કાઢવા તમામ બારનાં વકીલશ્રીઓને એડવોકેટ સિદ્ધરાજસિંહ જાડેજાએ અપીલ કરી છે.

(3:57 pm IST)