Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

આર્થિક ભીંસને લીધે જામનગર રોડ હુડકોના વસીમે ઝેર પીધું

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે હુડકો કવાર્ટર નં. ૩૨માં રહેતાં વસીમ સિકંદરભાઇ શેખ (ઉ.૨૧) નામના યુવાને ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

વસીમ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના માતા હયાત નથી. પિતા જામનગર રોડ પર રેંકડી રાખી સિઝનલ ધંધો કરે છે. આર્થિક ભીંસથી કંટાળી જઇ વસીમે આ પગલુ ભર્યાનું તેના પિતાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે પ્ર.નગરમાં જાણ કરી હતી.

(3:48 pm IST)