Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

વોર્ડ નં. ૯માં લાયબ્રેરીનું કામ કાચબા ગતિએ!

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના પ્રોજેકટ અને યોજનાઓ જાહેર કરવામાં આવે છે પરંતુ સાકાર કરવામાં તંત્રની અસહ્ય ઢિલાશથી લોકો સુવિધા વિહોણા રહે છે. જેમાં વધુ એક અધુરા કામનો ઉમેરો થયો છે. શહેરના વોર્ડ નં. ૯માં પેરેડાઇઝ હોલ સામે મ્યુ. કોર્પોરેશન દ્વારા અદ્યતન લાયબ્રેરી બનાવવામાં આવી રહી છે. આ લાયબ્રેરીના કામનો પ્રારંભ અંદાજીત બે વર્ષ પહેલા શરૂ થયો હતો પરંતુ આજદિન સુધી આ લાયબ્રેરીનું કામ પૂર્ણ થયેલ નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ લાયબ્રેરી લોકો માટે ૪થી ૫ મહિના બાદ ખુલ્લી મુકાશે. આવા અનેક પ્રોજેકટો છે. જે શરૂ થયા નથી અથવા કાચબા ગતિએ પ્રગતિ કરી રહ્યા છે તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:42 pm IST)