Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જનસંઘના કાર્યકર જે.પી. જોષીના પરિવારને સાંત્વના પાઠવતા વિજયભાઇ

રાજકોટ : ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્વ.જે.પી. જોષીના પરિવારને સાંત્વના પાઠવવા જે.પી. જોષીના નિવાસ સ્થાને ગયા હતા. જે.પી. જોષીએ જનસંઘ વખતથી પક્ષ સાથે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્યરત હતા. ભૂતકાળમાં વોર્ડ નં.૧૪ ના પ્રમુખ તરીકેની ધૂરા પણ સંભાળેલી તેમજ વોર્ડ નં.૧૪ના મતદારો ઉપર ખૂબજ પ્રભાવ ધરાવતા હતા. અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સેવાભાવથી જોડાયેલ હતા. મુખ્યમંત્રીશ્રીની મુલાકાત સમયે ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.૧૪ ભાજપ પ્રમુખ અનીષભાઇ જોષી, નરેન્દ્રભાઇ કુબાવત, મહેશભાઇ મૈત્રા, મુકેશભાઇ મહેતા, હરિભાઇ રાતડીયા, રાજુભાઇ ટાંક, વિપુલ માખેલા, જયવિરસિંહ પરમાર, ભનુભાઇ પટેલ, જીતેન્દ્ર હિંડોચા, કેશુભાઇ દોંગા, ગીરીશ પોપટ, નરેન્દ્રભાઇ મકવાણા, પ્રવિણભાઇ કાનાબાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:16 pm IST)
  • અમેરિકાનું એરપોર્ટ ખાલી કરાવાયું : શંકાસ્પદ પેકેટ મળી આવતા અમેરિકાનું એક એરપોર્ટ આખું ખાલી કરાવાયું. ફ્લોરિડામાં આવે ડેટોના બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક શંકાસ્પદ પેકેજ મળી આવતા એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે. access_time 6:06 pm IST

  • વધુ પડતી કિંમતને લીધે આંધ્રપ્રદેશ સરકારે ઇલેક્ટ્રિક બસો મુકવાનું માંડી વાળ્યું access_time 10:01 pm IST

  • વાતાવરણ બદલતાં એગ્રીકોમોડિટી વાયદા બજારોમાં સાર્વત્રિક તેજી : ઉત્ત્।ર ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ધાણા વાયદા બે થી અઢી ટકા ઉછળ્યા, કપાસિયાખોળ વાયદા સવાથી દોઢ ટકા ઉછળ્યા, એરંડા, ચણા, ગવાર-ગમ, જીરૂ, રાયડા,સોયાબીન-તેલ વાયદા પણ સવા થી પોણા ટકા સુધી ઉછળ્યા access_time 6:08 pm IST