Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અમિતભાઇને મળતા ડો. કથીરીયા

 રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાએ ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાત લઇ રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસના કાર્યો અંગે તેઓને માહીતગાર કર્યા હતા. બાંગ્લાદેશની બોર્ડર પર થઇ રહેલ ગૌવંશના નિકાસ અંગ્રે પણ ચર્ચા કરી ત્વરીત પરીણામલક્ષી નિર્ણય લેવા અપીલ કરાઇ હતી. ડો. કથીરીયાએ ગૌમાતાની પ્રતિમા, ગૌ મહિમા અંગે કોફી ટેબલ બુક આપી તેમજ શાલ ઓઢાડી ગૃહમંત્રી અમિતભાઇ શાહનું અભિવાદન કર્યુ હતુ.

(4:26 pm IST)
  • અખિલેશ સાથે હાથ મિલાવવા તૈયાર : શિવપાલ : ૨૦૨૨માં અખિલેશ યાદવની સાથે ચુંટણી લડવા તૈયારઃ અખિલેશ બનશે મુખ્યમંત્રી : સમાજવાદી પક્ષના ગઢ ઇટાવામાં શિવપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. પ્રગતિશીલ સમાજવાદી પક્ષ બનાવનાર શિવપાલ યાદવે કહ્યું કે તેઓ સપા સાથે ગઠબંધન કરવા ઇચ્છે છે અને તેઓ પરિવારમાં એકતા સ્થાપવા ઇચ્છે છે.( access_time 3:56 pm IST

  • આગામી ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થશે : સત્ત્।ાવાર જાહેરાત આગામી ૨૦૧૯-૨૦૨૦ની ખરીફ અને લેઇટ ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ૨૬ ટકા જેટલો દ્યટાડો થઈ ડુંગળીનું ઉત્પાદન ૫૨.૦૬ લાખ ટન થશે તેમ કેન્દ્રિય કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે. access_time 6:07 pm IST

  • કાલથી શરૂ થનાર BSNL કર્મચારીઓની ૩ દિ'ની ભૂખ હડતાલ હાલ પૂરતી મૂલત્વી : આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલ આજે બપોરે રાા વાગ્યે સ્થગીત કરી દેવાઇ છે : યુનિયનો વચ્ચે હાલ હડતાલ અંગે એકમત નહીં થતાં લેવાયેલો નિર્ણય ઓકટોબરનો પગાર ર૮ નવેમ્બરે અપાશેઃ ગઇકાલે થયેલ વાટાઘાટો પણ નિષ્ફળ access_time 4:08 pm IST