Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસીનો સ્નેહમિલન- વિદ્યાર્થી- વિશિષ્ટ વ્યકિત સન્માન

સ્વ.તખતસિંહ પરમારને શ્રધ્ધાંજલી, છાત્રોને શિલ્ડ- રોકડ ઈનામ, ઘુમ્મર રાસ રજ

રાજકોટઃ શહેરમાં નિવાસ કરતા પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસીનો ૨૩મો સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી સન્માન તેમજ વિશિષ્ટ વ્યકિત સન્માનનો કાર્યક્રમ મેશોનીક હોલ ખાતે યોજાયો હતો. પરીવારની એકબીજાની ઓળખાણ તેમજ વ્યવહારિક સંપ સહકાર તેમજ વ્યવહારની પારિવારીક સંબંધોની આપલેમાં સુગમતાનો વ્યાપ વધેે. તેવા આશ્રયથી આ કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવેલ છે.

કાર્યક્રમની શરૂઆત દર્શિતાબા જયદીપસિંહ પરમાર દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. સંસ્થાના મંત્રી રાજેન્દ્રસિંહ જે.પરમાર દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં અવોલ.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કચ્છ ભુજ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી એ.સોઢા વેર, હાઉસિંગ કોર્પોરેશન ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્ર કચ્છ ડીવીઝનલ મેનેજર નરેન્દ્રસિંહ એ.પરમાર, સુરેન્દ્રનગર પરમાર ક્ષત્રીય સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ આર. પરમાર, તેમજ નાના મોવાનાં કિન્નરીબા હરદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર મુળી તેમજ છપૈયાનાં પૂર્વ મહંત શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી તેમજ પાર્ષદ શ્રી ભરતભગતે આશીર્વચન પાઠવેલ. સંતોનું આસ્થાબા વિક્રમસિંહ પરમાર લીમલી અને સપનાબા દિલીપસિંહ પરમાર નવાણીયા દ્વારા સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે ઉપસ્થિત સુરેન્દ્રનગર પરમાર સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ આર.પરમારે સંસ્થાની કામગીરી બિરદાવી તેમજ પરમાર સમાજ મુળી ચોવીસીની આગામી ડિરેકટરી વિશે માહિતી આપી. કનકસિંહ ટી.પરમાર (ખજનચી) સિધ્ધસર દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯નો વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવ્યો. ગુજરાત વેર હાઉસ સૌરાષ્ટ્ર કચ્છના ડીવીઝનલ મેનેજર નરેન્દ્રસિંહ એ.પરમારે સમાજમાં સુખ શાંતિ સંયમ જળવાય રહે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

પ્રસંગના અધ્યક્ષ કચ્છ ભુજ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહજી  સોઢાએ સમાજમાં સંપ સહકાર જળવાય રહે તેવા પ્રયત્નો કરવા ભાર મૂકયો હતો. આ પ્રસંગે ડો.ભગીરથસિંહ મહાવીરસિંહ પરમાર (મુળી) ઉપરાંત મદદનનીસ માહિતી અધિકારી વિરેન્દ્રસિંહ અનિરૂધસિંહ પરમાર (મુળી) તેમજ રમત- ગમત ક્ષેત્રે આંતરરાજય લેવલે રમવા બદલ હર્ષદીપસિંહ જશુભા પરમાર (ગૌતમગઢ) ટેનીસ, જશપાલસિંહ પરાક્રમસિંહ પરમાર (ગોદાવરી) ફૂટબોલ, યુવરાજસિંહ હરપાલસિંહ પરમાર (મુળી) બેડમીનટન, લીઝાબા દેવેન્દ્રસિંહ પરમાર (ગૌતમગઢ) હોકીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.

સમાજના નર્સરીથી કોલેજ કક્ષાના ૭૩ વિદ્યાર્થીઓનું શિલ્ડ પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી  મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. સમાજના અન્ય ૨૮ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ૫ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

તાજેતરમાં પરમાર સમાજના અગ્રણી આગેવાન સ્વ.તખતસિંહ વિ.પરમાર (ગુરૂજી)નું દેહા અવસાન થતા તેમને૨ મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

શ્રી હિતાંશીબા ભગીરથ સિંહ પરમાર દ્વારા ઘુમ્મર રાસ રજુ કરવામાં આવ્યો. કાર્યક્રમની આભારવિવિધ વિક્રમસિંહ પરમાર કારોબારી સભ્ય ગૌતમગઢ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો.રવિરાજસિંહ સી.પરમાર ચાણપરે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા પ્રમુખ અનિરૂધ્ધસિંહ બી.પરમાર (મુંજપરા), ઉપપ્રમુખ ચંદ્રશેખરસિંહ એ.પરમાર (મુળી), મંત્રી રાજેન્દ્રસિંહ જે.પરમાર (મુળી), ખજાનચી કનકસિંહ ટી.પરમાર (સિધ્ધસરા), સહમંત્રી મહીરાજસિંહ કે.પરમાર (સિધ્ધસરા), કા.સભ્ય સર્વશ્રી મહિપતસિંહ એચ.પરમાર (ટીકર), વિક્રમસિંહ ડી.પરમાર (ગૌતમગઢ), દેવેન્દ્રસિંહ એમ. પરમાર (દિગસર), મયુરસિંહ એમ.પરમાર (મુળી), બાલુભા જે.પરમાર (ટીકર), વિક્રમસિંહ એમ.પરમાર (મુળી), યુવરાજસિંહ એચ.પરમાર (નવાણીયા), જયેન્દ્રસિંહ પી.પરમાર (મુળી), ડો.રવિરાજસિંહ સી.પરમાર (ચાણપરા), રવિરાજસિંહ બી.પરમાર (મુળી), જયદીપસિંહ પરમાર (લીમલી), વિક્રમસિંહ બી.પરમાર (કુકડા) તેમજ સભ્યોશ્રી ભગીરથસિંહ આર.પરમાર (મુળી), ભુપેન્દ્રસિંહ એમ.પરમાર (મુળી), ગીરીરાજસિંહ જી.પરમાર (ચાણપર), ભગીરથસિંહ એ.પરમાર (ગઢાજ) વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:12 pm IST)