Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વોર્ડ નં. ૩ ભાજપ પરિવાર અને વાલ્મીકી ઋષિ સોસાયટીનું સ્નેહ મિલન

શહેર વોર્ડ નં. ૩ ભાજપ પરિવાર અને વાલ્મીકી ઋષિ કો-ઓપ.હા.સો. દ્વારા લતાવાસીઓનું એક સ્નેહમિલન તાજતેરમાં યોજવામાં આવ્યુ હતુ. વોર્ડ નં. ૩ ભાજપ પરિવાર અને વાલ્મીકી ઋષિ સોસાયટીનું સ્નેહ મિલન : શહેર વોર્ડ નં. ૩ ભાજપ પરિવાર અને વાલ્મીકી ઋષિ કો-ઓપ.હા.સો. દ્વારા લતાવાસીઓનું એક સ્નેહમિલન તાજતેરમાં યોજવામાં આવ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેરના બન્ને મંત્રીઓ અને પ્રદેશ આગેવાન નિતિનભાઇ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ શહેર વોર્ડમાં નવ નિયુકત હોદેદારોનું સન્માન કરાયુ હતુ. જેમાં વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલ હેમુભાઇ પરમાર, મહામંત્રી રાજુભાઇ દરીયાણી, હિતેષભાઇ રાવલ, યુવા ભાજપ પ્રભારી શોભિતભાઇ પરમાર, સિંધી સમાજના આગેવાન સુનિલભાઇ ટેકવાણી, આગેવાન મુકેશભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, વોર્ડ નં. ૧૫ ના મહામંત્રી તરીકે નિમણુંક પામેલ મયુરભાઇ બથવારનું ફુલહારથી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે મહિલા મોરચાના આગેવાન જયશ્રીબેન પરમાર, રવિભાઇ ગોહેલ, મનોજભાઇ લાલ, રણજીતભાઇ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અરૂણભાઇ સોલંકી, જયેશભાઇ મેરાણ, મનોજભાઇ મકવાણા, ભરતભાઇ પરમાર, સોમાભાઇ પરમાર, સચીન પરમાર, અરવિંદભાઇ વાઘેલા, જેન્તીભાઇ સોલંકી, શૈલેષભાઇ રાઠોડ, વિમલભાઇ સોઢા, બંટીભાઇ વાડોદરા, વસંતભાઇ વાઘેલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)