Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મોબાઈલ અને ટીવીની ઝંઝાવાત સામે થ્રીડી પેન બાળકોને વ્યસ્ત રાખી ક્રિએટીવીટી આપે છેઃ નિધીબેન ચોટલીયા

થ્રીડી પેન અને થ્રીડી પ્રિન્ટરનો વર્કશોપ કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે યોજાયો

રાજકોટઃ થ્રીડી પેન અને થ્રીડી પ્રિન્ટર એક નવીનતમ શોધ ઉપરાંત આજના સમયમાં ખૂબ જ ઉપયોથી બની રહે છે. મોબાઈલ અને ટીવીની ઝંઝાવાત સામે થ્રીડી પેન બાળકોને વ્યસ્ત રાખી ક્રિએટીવીટી આપે છે. વોલથ્રીડી ઈંડિયા અને એનજીઓના સહયોગથી દેશભરમાં અલગ- અલગ ૧૫ જગ્યાએ થ્રીડી પેન અને થ્રીડી પ્રિન્ટરનો સમજણ, ઉપયોગ અંગે એક વર્કશોપ ચિલ્ડ્રન્સ- ડેના યોજાયેલ તે પૈકી શહેરના કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે આ વર્કશોપ યોજાયેલ.

આ વર્કશોપ માટે રાજકોટનાં ફ્રેન્ચાઈઝી નિધીબેન ચોટલીયા (મો.૯૭૧૨૯ ૭૮૧૫૦) એ ત્યારના સમયની સૌથી ખોજ થ્રીડી પેન અને થ્રીડી પ્રિન્ટર અંગે વિસ્તૃત સમજણ અને ડેમો આપેલ. સાથોસાથ જણાવેલ કે, ઈન્ડસ્ટ્રીઝમાં સેમ્પલ જોવાનું કામમાં ઉપયોગી છે. આ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, આર્કિટેકચર અને ઈન્ડસ્ટ્રીયલ સેકટરમાં થ્રીડી પ્રિન્ટરનું પ્રદાન બહુ મોટું છે. વિશ્વના મોટા ભાગનાં દેશોમાં થ્રીડી પ્રિન્ટરનું શિક્ષણ મહત્વનું બની ગયું છે.

સ્ક્રીન એડિકટ બાળકો માટે મોબાઈલ અને ટીવીના વળગણને છોડાવવા થ્રીડી પેન ઉપયોગી છે સાથોસાથ બાળકોને વ્યસ્ત રાખી ક્રિએટીવીટી પણ આપે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિધીબેન ચોટલીયા, અનુપમભાઈ ગેવરીયા અને કાઠિયાવાડ બાલાશ્રમની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)