Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કરાટેમાં ખેલાડીઓની અનોખી સિધ્ધિ

 રાજકોટઃ તાજેતરમાં જૂનાગઢ શહેરમાં શોબુકાઈ કરાટે એસોશિએશન દ્વારા રાજયકક્ષની કરાટે કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયનાં વિવિધ ૧૦ જીલ્લાના ૫૦૦ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી. જેમાં રાજકોટ જીલ્લાના ફાઈટર કરાટે ટ્રેનીંગ સેન્ટર સંચાલીતના વિદ્યાર્થીઓએ વિવિધ એઈજ, બેલ્ટ, વેઈટ કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરી ૪૦ ગોલ્ડ, ૩૦ સીલ્વર અને ૫૦ બ્રોન્ઝ એમ કુલ ૧૨૦ મેડલ કાતા અને કુમિતેમાં મેળવી રાજકોટ જીલ્લાની ટીમ ફર્સ્ટ સ્થાન પ્રાપ્ત કરી વિજય થયેલ હતી. સ્પર્ધામાં જિલ્લાની વિવિધ સ્કુલોએ ભાગ લીધેલ હતો. ફાઈટર કરાટે ટ્રેનીંગ સેન્ટરના કોચ રૂપેશભાઈ વાઘેલા મો.૯૮૨૫૫ ૭૭૧૦૫ એ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(4:10 pm IST)