Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આમ્રપાલી અંડરબ્રીજનાં નિર્માણ દરમ્યાન સર્જાતી હાડમારીઓ દુર કરોઃ કોંગ્રેસ

વૈકલ્પીક ફાટક શરૂ કરવા માંગ : કોંગી અગ્રણી પ્રદીપ ત્રિવેદીની આગેવાની વિસ્તારવાસીઓની રજુઆત

સમસ્યા દુર કરોઃ આમ્રપાલી ફાટકે અંડર બ્રીજના નિર્માણ દરમ્યાન સર્જાણી ટ્રાફિક જામ સહીતની સમસ્યા દુર કરવાં કોંગી આગેવાન પ્રદિપ ત્રિવેદીની આગેવાનીમાં મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ ત્થા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી રજૂઆત થઇ તે વખતની તસ્વીરમાં કૃષ્ણદત રાવલ સહીતનાં કોંગી આગેવાનો ત્થા વિસ્તારવાસી દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા.૧૯: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા આમ્રપાચલી ફાટકે અંડરબ્રિજમાં લોકોને પડતી મુશ્કેલીઓ અને અગવડતાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કોંગી નેતા પ્રદિપ ત્રિવેદી આગેવાની આજે સવારે વિસ્તારવાસીઓ દ્વારા પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે કોંગ્રેસ દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા રોડ ઉપર આમ્રપાલી ફાટક ખાતે અંડર બ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવેલ છે તે કામે રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા રોડ તદ્દન બંધ કરેલ છે તેમજ રૈયા રોડ પરના રહેવાસીઓ અને વ્યાપારીઓને આ બંધ રોડથી પારાવાર હાડમારી ભોગવવી પડે છે અને વિવિધ મુદાઓ બાબતે અત્યંત ગંભીરતા દાખવશો અને તાત્કાલિક  કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

બ્રિજના વિવિધ પ્રશ્નોઃ

રસ્તાની આડશની પહોળાઈ વધુમાં વધુ સમય સુધી વધુમાં વધુ રાખવી કોન્ટ્રાકટરને યોગ્ય સુધના આપી વ્યાપારીઓ તથા રાહદારીઓની સગવડ તથા સંભાળને પ્રાથમિકતા આપવી.

સર્વિસ રોડની પહોડાઇ લધુતમ ૨૦ ફૂટની રાખવી.

પ્રોજેકટનું કામ ચાલુ રહે ત્યાં સુધી મેયર બંગલા તરફ રોડ વાળું જૂનું રેલ્વે ફાટક વૈકલ્પિક રીતે ચાલુ કરવું.

રૈયા રોડ તથા કાલાવડ રોડ વચ્ચે વૈશાલી નગરમાથી પણ હંગામી ફાટક ખુલ્લુ કરવું .

અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા પાણી વિષે અગાઉના અનુભવોને ધ્યાને લઈને તેમજ આ વખતનું અપવાદરૂપ ચોમાસુ ધ્યાને લઈ વધારે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવી.(મહિલા કોલેજ, એસ્ટ્રોન,રેલનગર, લક્ષ્મીનગરના અનુભવો ધ્યાનમાં લઈ પાણી નિકાલની વ્યવસ્થા કરવી.)

અંડરબ્રિજનો ઢોળાવ સિનિયર સિટીજન્સ,રાહદારીઓ અને સાઇકલ સવારો માટે સુગમ રહે તેવો રાખવો.

કામગીરી ચાલુ રહે ત્યાં સુધી સ્ટ્રીટલાઇટની વધારાની તથા પૂરતી વ્યવસ્થા ગોઠવવી.

પતરાની આડશ બાંધતા પહેલા લાઇટ પોલ,ટ્રી ગાર્ડ,અંડરગ્રાઉંડ પાઇપલાઇન તથા અન્ય અડચણો એડવાન્સમાં દૂર કરી અનિવાર્ય આવન-જાવન તથા રાહદારીઓની સુવિધાનું ધ્યાન રાખવું.

પ્રજાના વ્યાપક હિતમાં ઓછામાં ઓછી (લદ્યુતમ) અડચણો વિલંબ વગરનિયત સમયમર્યાદામાં દુર્દ્યટના વગર પ્રોજેકટ પૂરો થાય તેનું મોનિટરિંગ કરી સુનિશ્યિત કરવું.

(4:05 pm IST)