Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આંબેડકર નગરના હત્યાની કોશિષના કેસમાં મુખ્ય આરોપી સંજય ઉર્ફે સંજલાને ૪ વર્ષની સજા

અન્ય ચાર આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ

રાજકોટ, તા.૧૯: અહીંના ગોંડલ રોડ ઉપર આંબેડકર નગર વિસ્તારમાં ગરબી જોતી વખતે અથડાવવા જેવી સામાન્ય બાબતે આંબડકર નગરમાં જ રહેતા કિશોર દાનાભાઇ દેગડા ઉપર છરી વડે હુમલો કરી હત્યાની કોશિષ કરવા અંગે પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી સંજય ઉર્ફે સંજલો ગેલાભાઇ મુછડીયાને સેસન્સ અદાલતે ૪ વર્ષની સજા ફટકારી હતી.

અદાલતે આરોપીને ચાર વર્ષની સજા ઉપરાંત પ૦ હજારનો દંડ પણ  ફટકાર્યો  હતો. આરોપી, જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

જયારે જેઓને શંકાનો લાભ આપીને છોડી મુકેલ છે, તેમાં કરશન વાળા મુછડીયા, ગેલાભાણા મુછડીયા, ગીતાબેન કરશન મુછડીયા તથા લીલાબેન ગેલાભાઇ મુછડીયાનો સમાવેશ થાય છે.

આ અંગેની વિગત એવી છે કે, તા.૨૫-૯-૧૯ નાં રોજ ગોંડલ રોડ ઉપર આવેલ આંબેડકનર નગરમાં રહેતા ફરીયાદી દાનાભાઇ હિરાભાઇ દેગડા પોતાના ઘર પાસે ગરબી જોતા હતા ત્યારે આરોપી સંજય દોડતા દોડતા આવીને ફરીયાદી સાથે ભટકાતા ફરીયાદીએ ઠપકો આપતા આરોપી તેના પરિવારજનોને ઘરેથી બોલાવીને લાપતા ઉપરોકત અન્ય આરોપીઓએ લાકડી ધોકા જેવા હથીયારો વડે ફરીયાદી અને તેના ઘરના સભ્યને ઉપર હુમલો કરેલ. જયારે આરોપી સંજય ઉર્ફે સંજલા મુછડીયાએ ફરીયાદીની પુત્રી કિશોર દાના મુછડીયા ઉપર છરીનો ઘા મારી હત્યાની કોશિષ કરી હતી.આ બનાવ અંગે માલવીયા પોલીસે હત્યાની કોશિષનો ગુન્હો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસમાં ફરીયાદીએ  ૨૧ સાહેદાને તપાસ્યા હતા જયારે ૧૦૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતાં.

આ કેસમાં સરકારશ્રીએ એ.પી.પી.શ્રી પરાગ એન શાહે કરેલ રજુઆત સાહેદોની જુબાની હતી તે લઇને આરોપીઓની વિરૂધ્ધમાં રજૂઆત કરતા કોર્ટે આરોપીઓ પૈકીના સંજય ઉર્ફે સંજલો મુછડીયાને ૪ વર્ષની સજા ફટકારી હતી. જયારે અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકારશ્રીએ એ.પી.પી. શ્રી પરાગ એન.શાહ રોકાયા હતા.

(4:04 pm IST)