Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અટલજીએ ઇન્દિરા ગાંધીને ''દુર્ગાસ્વરૂપ'' બિરૂદ આપેલઃ લોખંડી મહીલાની આજે જન્મજયંતિ

દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇંદિરાજીની ૧૦૨મી જન્મજયંતિએ શહેર પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની શબ્દાંજલી

 રાજકોટ  તા.૧૯: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે કે ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન એવા ઇન્દીરા ગાંધીની ૧૦૨મી જન્મજયંતીએ શબ્દાંજલી આપતાં એક યાદીમાં જણાવ્યુ છે કે  ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં જો કોઈની યાદ લોકો કરતા હોય તો તે સ્વ.ઇન્દીરા ગાંધી છે. ઇન્દીરા ગાંધીનો જન્મ ૧૯/૧૧/૧૯૧૭ના રોજ અલ્હાબાદમાં ''સ્વરાજ ભવન''માં નહેરુ પરિવારમાં થયો હતો તેમના દાદાજી મોતીલાલ નહેરુએ તેમનું નામ ઇન્દીરા રાખ્યું હતું અને જવાહરલાલ નહેરુને ઇન્દીરાને ''પ્રિયદર્શીની'' કહીને બોલાવતા હતા તેમની માતાનું નામ કમલા નહેરુ હતું.

 આ સમયે દેશ અંગ્રેજોના હાથમાં ગુલામ હતો આઝાદીની લડતમાં પિતા જવાહરલાલને વારંવાર જેલવાસમાં જવું પડતું હતું અને નજરકેદ રહેવું પડતું હતું ઇન્દિરાજી નહેરુ પરિવારમાં માત્ર એક જ સંતાન હતા તેથી આખો પરિવાર તેમને ખુબજ પ્રેમ કરતો હતો જવાહરલાલ નહેરુની ''આઝાદી લે કે રહેંગે''ના નારા થી આખા દેશમાં તેની અસર હતી બાળપણમાં જ વાનરસેના ઉભી કરી ઇન્દિરાજી ક્રાંતિકારીઓની મદદ કરતા હતા.

 પ્રથમ ત્રણ વર્ષ પુના ની બોર્ડીંગ સ્કુલમાં અભ્યાસ કર્યા પછી ૧૯૩૪માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ''શાંતિનિકેતન''માં અભ્યાસ કરવા ગયા ૧૯૩૬માં તેમના માતાજી કમલા નહેરુનું અવસાન થયું અને પિતાજી જેલવાસમાં તેથી ઇન્દિરાને નાનપણમાં જ કડવા અનુભવો થતા ૧૯૩૭માં ઓકસફર્ડ યુનિવર્સીટીમાં દાખલ થયાં ૧૯૪૧માં ઓકસફર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ પૂર્ણ કરી હિન્દુસ્તાન પરત આવતા અને પિતાજી સાથે આઝાદીની લડતમાં જોડાયા ગયા અને આઝાદી કાજે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસનો અભ્યાસ અધુરો રાખી ૧૯૪૧માં આઝાદીની લડત લડતા ક્રાંતિકારી પારસી યુવાન ફિરોજ ગાંધી સાથે લગ્ન કર્યા. ઇન્દિરાજી અને ફિરોજ ગાંધી કાશ્મીરતી પરત આવતા બંને ની ધરપકડ કરી અલ્હાબાદ જેલમાં ૧૩ માસ સુધી રહ્યા હતા.

 બાળપણથી યુવાની સુધી ઇન્દિરાજીને દેશના મહાન નેતા અને મહાનુભાવો સંપર્કમાં રહી શીખવાનું પણ મળ્યું તેવા નેતા અને પરમ પૂજય મહાત્મા ગાંધીજી, શ્રીરાજેન્દ્રબાબુ, મૌલાના આઝાદ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે રાષ્ટ્રીય નેતાઓના નજીકથી જોયા અને જાણ્યા અને અનુભવ્યા તેમજ પ્રેરણા પણ મેળવી તેઓ ૧૯૬૦માં ૪૩ વર્ષની વયે ફિરોજ ગાંધીજીનું મુત્યુ થયું અને ૧૯૬૦માં તેમના પિતાજી જવાહરલાલનું પણ મૃત્યુ થયું જેથી ખુબ જ શોકમાં હતા ત્યારે લાલબહાદુર શાસ્ત્રી બીજા વડાપ્રધાન પદે આવ્યા અને ઇન્દિરાજીને ''માહિતી પ્રસારણ''પ્રધાન બનાવ્યા લાલ બહાદુરના અવશાન પછી ઇન્દિરાજી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા આ પ્રસંગે મહાન વિદ્વાન સ્વામી વિવેકાનંદજીએ કહેલું યોગ્ય ગણાશે કે ''રાષ્ટ્રની ઉન્ન્તિ માટે મહિલા શકિત એ જાગવું, જાગીને ઉઠવું, અને ઉઠીને આગળ વધવું એ અનિવાર્ય છે''.

     ઇન્દિરાજીએ આ વાકયમાંથી પ્રેરણા લઈ સાબિત કરી દીધું કે ''મહિલા એ શકિત છે''    ઇન્દિરાજી વડાપ્રધાન બન્યા ત્યારે દેશ ચારે તરફથી મુશ્કેલીઓથી ધેરાયેલો હતો સૌથી વધારે પીડાતો ગરીબ વર્ગ હતો તેથી જ ઇન્દિરાજીએ ''ગરીબી હટાવો''નો નારો આપી ગરીબો, દલિતો, શોષિતોને સમાજની મૂળ ધારા સાથે જોડવા અનેક પગલા લીધા જેમાં લોકોનું રાષ્ટ્રીયકરણ ૧૯૬૯માં કર્યું જેમાં આમ જનતા અને ખેડૂતોને ખુબ જ લાભ થયો. ખેડૂતો માટે ''જમીન સુધારાની નીતિ'' બનાવી ખાતર અને ''જમીન સુધારાની નીતિથી''  હરિયાળી ક્રાંતિ આગળ વધી, આપણે  ખાતરની આયાત કરતા હતા તેની સામે ખાતરની નિકાસ કરવા લાગ્યા ''વેઠપ્રથા'' નાબુદ કરાવી ''બંધવા મજુર''જેવી બદીઓમાંથી મુકિત અપાવી ૧૯૭૧માં ઇન્દિરાજી ૩૫૨ સીટ લાવી દેશમાં કોંગ્રેસને વધારે મજબુત બનાવી પાકિસ્તાનના તાનાશાહ યાહયાખાને પૂર્વ પાકિસ્તાની જનતા ઉપર સૈનિકો છોડી મુકયા પાકિસ્તાનની વાયુસેનાને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રા ઉપર બોમ્બમારો કરાવ્યો, ૧૬ ડીસેમ્બર ૧૯૭૧ ઇન્દિરાજીએ ભારતીય સેનાને આદેશ આપ્યો અને પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા અને પૂર્વ પાકિસ્તાનને અલગ કરી ઙ્કબાંગ્લાદેશઙ્ખ નામ આપી દીધું આમ, ખુશીમાં જે તે સમયના પીઢ સાંસદ અટલ બિહારી બાજપાયજીએ ઇન્દિરાજીને ''દુર્ગા સ્વરૂપ''નું બિરૂદ આપી બિરદાવ્યા હતા, અમેરિકાને સબક શીખડાવ્યા બાદ રશિયા સાથે હાથ મિલાવી ૧૮-૦૫-૧૯૭૪ ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરી ''હમ કમ જોર નહી હૈ'' તેવું સાબિત કરી બતાવ્યું ૧૯૮૦માં ૩૭૪ સીટો મેળવી ફરી સતા સંભાળી હતી.

ખુબજ વ્યસ્તતા હોવા છતાં પોતાના પૌત્ર રાહુલ અને પૌત્રી પ્રિયંકાને પણ સમય આપતા હતા ઇન્દિરાજી ભારતના છેવાડાના માનવીની સંભાળ લેતા હતા અને એટલે જ બિહારમાં આવેલ પુર વખતે હાથી ઉપર બેસીને દ્યસમસતા પુરમાં લોકોની સેવા કરવા ગયા હતા.  ગાંધીજી પાસેથી સાદગી શીખેલા ઇન્દિરાજીએ કયારેય સોનાના તાર વાળી સાડી પહેરી ન હતી તેથી જ કહેવું પડે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા હતા વિશ્વમાં ભારતને શાંતિ-સલામતી-આર્થિક સધ્ધર કરી દીધેલ તેથી જ તેમના બધા જ સારા પ્રયત્નોને આજે પણ દેશવાસીઓ યાદ કરે છે.

(3:44 pm IST)
  • આશ્રમમાં લપસી જતા ઉમા ભારતીના પગમાં બે જગ્યાએ ફ્રેક્ચર : હોસ્પિટલમાં દાખલ કરાયા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉમા ભારતી ઋષિકેશન એક આશ્રમમાં લપસી જતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઇ જવાયા : ઉમાભારતીના પગમાં બે ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળે છે access_time 1:12 am IST

  • રાજકોટમાં ચાંદી રૂ.૬૦૦ ઉછળી, સોનું રૂ.૧૦૦ વધ્યું : હોંગકોંગમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલાં આંતરિક અસંતોષમાં ચીનની દખલગીરી સામે અમેરિકાએ વાંધો ઉઠાવતાં વિશ્વબજારમાં સોનું-ચાંદી ઉછળ્યા : લોકલ માર્કેટમાં ચાંદીનો ભાવ કિલોનો રૂ.૪૬૦૫૫ અને સોનું ૧૦ ગ્રામનો ભાવ રૂ.૩૯,૪૦૦. access_time 6:08 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST