Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કલેકટરની દરેક પ્રાંતને સૂચનાઃ નવતર પ્રયોગઃ કોઇપણ એક સરકારી યોજનાને ૧૦૦ ટકા પૂર્ણ કરવા અંગે 'પ્રોમીસ' આપો

આજે રેમ્યા મોહનની બીજી આર.ઓ. મીટીંગઃ દરેક પ્રાંતને ફાઇલ સાથે બોલાવ્યા... : તુમાર-તમામ યોજના ઓનલાઇન - ૨૬ જાન્યુ.-ઉજવણી - મતદારયાદી સહિતની બાબતો અંગે ખાસ સમીક્ષા

રાજકોટ તા.૧૯: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક મહત્વનો નવતર પ્રયોગ હાથ ધરી દરેક પ્રાંતને આદેશો કરી ૧૦૦ ટકા લક્ષ્યાંક અંગેની ફાઇલ સાથે જેને 'ફાઇલ' સાથે હાજર  થવા અંગે સૂચના આપી હતી. આજે નવા કલેકટરશ્રી રેમ્યા મોહનને ચાર્જ સંભાળ્યા બાદ સવારે ૧૧.૩૦ વાગ્યાથી બીજી આર.ઓ. મીટીંગ લઇ રહ્યા છે.

કલેકટરે દરેક પ્રાંતને જણાવ્યુ હતુ કે કોઇપણ એક સરકારી યોજનાને પોતપોતાના તાલુકામાં ૧૦૦ ટકા પૂર્ણ કરવા અંગે પ્રોમીસ આપો, યોજના જે તે પ્રાંત નક્કી કરશે. અને તેની ફાઇલ સાથે કલેકટર સમક્ષ હાજર થઇ  કેટલા સમયમાં આ યોજના પૂર્ણ થશે તે પ્રોમીસ આપવા ઉમેર્યુ હતુ. દરમિયાન આજની આર.ઓ મીટીંગમાં  તુમાર, તમામ યોજના ઓનલાઇન, ફાઇલ વર્ગીકરણ, કયા, ટેબલે ફાઇલ કયારે પહોંચી , કેટલો સમય, બીનખેતી જમીનની માંગણી તમામ નોંધ- અને ૯૦ દિવસમાં નિકાલ મતદારયાદી, ૨૬મી જાન્યુની રાજકોટમાં રાજ્યકક્ષાની ઉજવણી વિગેરે મુદ્દા અંગે પણ કલેકટરે સમીક્ષા હાથ ધરી છે.

(3:42 pm IST)