Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડને જન્મદિનની શુભેચ્છા

શહેર ભાજપ મહામંત્રી અને શહેરની સેવાકીય ક્ષેત્રે જાણીતી સંસ્થા પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદ્સ્ય અને કારડીયા રાજપુત સમાજના અગ્રણી કિશોરભાઇ રાઠોડનાં જન્મદિવસની સેવામય ઉજવણી કરાઇ હતી. કિશોરભાઇ રાઠોડ યુવા વયથી ભારતીય જનતા પાર્ટીની વિચાધારા સાથે સંકળાયેલા હોય ભુતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડના મહામંત્રી, શહેર કારોબારી સદસ્ય, શહેર મંત્રી, શહેર ઉપપ્રુખ અને હાલમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહયા છે. પુરૂષાર્થ યુવક મંડળના માધ્યમથી અને યુવાનોની સંગાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ, જેમાં રકત્તદાન શિબીર, ચક્ષુદાન, થેલેસેમીયા, જનજાગૃતી, વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી પ્રોત્સાહક પ્રવૃતિઓ, રમત-ગમત અને સામાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરી રહયા છે. તેમજ નવા વર્ષે ૩૬૫ દિવસ ૩૬૫ રકત્તદાતાઓ સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓના લાભાર્થે રકત્તદાનનું પ્રેરણાત્મક કાર્ય કરી રહયા છે. ૧૯૮૫ થી રકત્તદાન કરવાનો સંકલ્પ કરી આજે તેઓ ૮૮ વખત રકત્તદાન કરી અન્યને પણ રકત્તદાન કરવાની પ્રેરણા પુરી પાડી રહયા છે. રાજયના તત્કાલીક મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા કિશોરભાઇ રાઠોડની સંસ્થાને સને ૨૦૧૧માં સતત રકત્તદાન પ્રવૃતિઓ માટે એવોર્ડ તથા સન્માનપત્રથી સન્માનીત કરવામાં આવી હતી. તેમજ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલીત પૂ. રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળાને સંસ્થા દ્વારા દત્તક લઇ આ શાળાના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. ત્યારે આજે તેમના જન્મ દિવસે ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કાર્યકારી મેયર અશ્વીન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ કેતન પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, યુવા મોરચા મહામંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, પરાગ મહેતા, કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, નલારીયન પંડિત, રાજન ઠક્કર, ચેતન રાવલ, હરીશ ફીચડીયાએ શુભેચ્છા પાઠવી હતી.

(3:36 pm IST)
  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST

  • રિલાયન્સ જીઓએ આજે જાહેર કર્યું છે કે આગામી થોડા અઠવાડિયામાં જ મોબાઈલ ફોનના દરોમાં વધારો કરશે access_time 9:59 pm IST

  • વાતાવરણ બદલતાં એગ્રીકોમોડિટી વાયદા બજારોમાં સાર્વત્રિક તેજી : ઉત્ત્।ર ભારતમાં ધુમ્મસભર્યા વાતાવરણથી ધાણા વાયદા બે થી અઢી ટકા ઉછળ્યા, કપાસિયાખોળ વાયદા સવાથી દોઢ ટકા ઉછળ્યા, એરંડા, ચણા, ગવાર-ગમ, જીરૂ, રાયડા,સોયાબીન-તેલ વાયદા પણ સવા થી પોણા ટકા સુધી ઉછળ્યા access_time 6:08 pm IST