Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વલ્લભાશ્રય હવેલી પાટોત્સવ : 'નિત્યલીલા કથા'માં ઉમટતા ભાવિકો

રાજકોટ : ષષ્ટમ ગૃહ હવેલીના યુવા આચાર્ય ગો.શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રીની આગેવાનીમાં શિતલપાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે નિર્માણ કરાયેલ શ્રી વલ્લભાશ્રય હવેલીના પ્રારંભે પ્રભુના પાટોત્સવનું છ દિવસીય આયોજન કરાયુ છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુ નિધી સ્વરૂપના પાટોત્સવમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. મનોરથ દર્શન, છપ્પનભોગ, દિપદાન સહીતના કાર્યક્રમો થઇ રહ્યા છે. આ પાટોત્સવના ઉપક્રમે શ્રીવલ્લભ સંપ્રદાયના દૈન્યમૂર્તિ સમા શ્રી હરિરાય મહાપ્રભુ રચિત 'નિત્યલીલા કથા' યોજવામાં આવી હોય દરરોજ કથામૃતનું રસપાન કરાવવામાં આવી રહ્યુ છે. વાર્તા પ્રસંગો, સિધ્ધાંત ગ્રંથો અને અષ્ટછાટ કિર્તનકારોની પદ રચના વાતાવરણને ધર્મમય બનાવી રહેલ છે. પાટોત્સવના અંતિમ દિવસે સત્સંગની સાર્થકતા સમજાવતા પ્રત્યેક વૈષ્ણવ નિત્યલીલાની ભાવનાથી પ્રભુ સેવા કરતો થઇ જાય તેવો ભાવ વ્યકત કરાયો હતો.  આ તકે તમામ ભાવક શ્રોતા સમુદાયનો આભાર વ્યકત કરાયો હતો. આજે સાંજે પ્રભુના 'છાક મનોરથ' ના દર્શન ખુલ્લા મુકાશે.

(3:35 pm IST)