Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મેન્ટર

અવની પરનું ઐકય રામ - રહિમ

કોઇપણ રાષ્ટ્રના અસ્તિત્વનો આધાર તેની પ્રજાની એકતા ઉપર રહે છે. રાષ્ટ્ર પ્રત્યેની અખૂટ વફાદારી ઉપર રહે છે. રાષ્ટ્ર પ્રથમ વ્યકિત પછીએ સિદ્ધાંતનું શિક્ષણ પ્રત્યેક વ્યકિતને મળવુ જોઇએ. ભારતના અદના નાગરીકનું સ્વપ્ન એ છે કે બધા દેશવાસીઓ સમૃધ્ધ હોય, સુખી હોય, કાર્યરત હોય, ભેદભાવોથી મુકત હોય અને શાંતિમય સહઅસ્તિત્વની ભાવનાઓવાળો હોય ભારતીય સમાજ ભૌતિકક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરે, કલહમુકત બને અને ભારત કલ્યાણ રાજય બને.

આ અખંડ ભારતના સ્વપ્નને જોનારા અને સાકાર કરવા મંથન કરનાર હિંદવાસીઓએ ભારતીય લોકશાહીના મહત્વના મૂલ્યો બિનસાંપ્રદાયીકતા અને ભાઇચારો તથા સર્વ ધર્મ સમભાવને અપનાવી વિવિધતામાં એકતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ સમગ્ર સૃષ્ટિ સામે મુકયુ છે.

સંપ્રદાયો અનેક હોવા છતા તમામ ધર્મોને સહદયતા અને સહિષ્ણુતાથી સ્વીકારી એક ઇશ્વરીય રચિત, સર્વધર્મ સમભાવ માનવધર્મની શ્રેષ્ઠતાના સુરે જગતમાં અખંડ ભારતની વેણુ વગાડી છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, રામ, રહિમ, નાનક ઇશુ દરેકની અમૃતવાણીનો અર્ક એક જ છે સમાનતા, બંધુતા, માનવતા પ્રવર્તમાન સમયમાં ખુબ જ ચર્ચીત અને વર્ષોના વિવાદના વમળોમાં વીંટળાયેલ પ્રશ્ન રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના નિર્માણની ગાથા બહુ લાંબી વિવાદીત તેમજ ધાર્મિક લાગણીને સ્પર્શતી હતી.

હિન્દુ ધર્મીઓની સંતોની માન્યતા અને પ્રાચીન શાસ્ત્રોકત પ્રતિકૃતિઓ દ્વારા અયોધ્યા નગરી ભગવાનશ્રીરામની જન્મભૂમી છે અને ત્યા મુસ્લિમ મુરબ્બીઓનો મત બાબરી મસ્જિદના નિર્માણને પ્રાધાન્ય આપ્યો હતો. ભારતની ભૂમિ પર અનેક ભૂમિભાગો એવા છે જે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક છે જયા મંદિરનો રસ્તો છે ત્યાં મસ્જિદનો પણ માર્ગ છે અને તમામ હિંદવાસીઓ પોતપોતાના ધર્મનું સહિષ્ણુતાપુર્વક સ્થાપે યાને અપનાવે પણ છે.

અયોધ્યામાં વિવાદનો પાયો આશરે ૪૦૦ વર્ષ પહેલાથી પડયો હતો પરંતુ અદાલતમાં પહેલીવાર ૧૮૮૫માં આવ્યો અને પછી એક પછી એક હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો આવતા ગયા અને કાનૂની દાવપેચમાં મામલો ઉલજતો ગયો. આ ભૂમિના માલીકી હકના દાવામાં ફેસલો કરવો દરેક રાજકીય અને કાનુની પક્ષકારો માટે જીવતા માખી ગળવા જેવુ કાર્ય હતુ. આ વિવાદ માટે ૧૮૫૩માં સાંપ્રદાયીક દંગલ પણ થયુ હતુ. આજે ૭૦ વર્ષ પછી આ જન્મભૂમિ મસ્જિદભૂમીના વિવાદ પર કોર્ટ દ્વારા ફેંસલો લાવવા પ્રયત્ન થયા. જેમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના અધ્યક્ષપદે પાંચ જજોની એક સવિશેષ ટીમની રચના થઇ અને અયોધ્યામાં ૨.૭૭ એકર ભૂમિ માટેના વિવાદીત ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ નિર્મોહી અખાડા અને રામલલા બિરાજમાનની અપીલો પર સતત ૪૦ દિવસ સુધી સુનાવણી કર્યા બાદ સુરક્ષીત ફેસલો લેવાયો હતો જેમાં વિવાદીત જમીન પર રામ મંદિરનું નિર્માણ અને મુસ્લીમોને મસ્જિદમાં મંડાણ કરવા પ એકર જમીન અયોધ્યામાં જ આપવી. આમ ફરી એક ભૂમિ સ્થળ હિન્દુ મુસ્લિમ એકતા અખંડીતતાનું પ્રતિક બનશે. સરયુ નદી કાંઠે અયોધ્યા નગરી ભગવાન શ્રી રામના સતયુગમાં સ્થાપિત હતી. જે કાળક્રમે મુગલ નવાબોના યુગમાં ફૈઝાબાદ બની અને ત્યારબાદ ૨૦૧૮માં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જો ફૈઝાબાદ જીલ્લાનુ નામ બદલી ફરી અયોધ્યા કર્યુ.

જયારે પણ પ્રાચીન ભારતના તીર્થોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં થયો છે. ત્યારે સર્વપ્રથમ અયોધ્યાનગરીનું નામ ઉલ્લેખનીય રહ્યુ છે અને હવે હંમેશા માટે રામજન્મ જન્મભૂમી અયોધ્યા નગરી જ અંકીત રહેશે. માટે જ

'અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાચી અવંતિકા

પૂરી દ્વારવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયિતા'

અયોધ્યા, મથુરા, હરિદ્વાર, બનારસ - વારાણસી, કાશી, ઉજજૈન, દ્વારકાપુરી આ નગરીઓ હિન્દુ ધર્મમાં મોક્ષદાયીની છે.

પાર્થ ઉવાચ :

અમન કી હો સુબહ, સુકુન ભરી શામ હો,

આઓ ઇતની મહોબ્બત ભરદે ફિઝા મૈ કી,

અબ મંદિર મે રહીમ ઔર મસ્જિદમે રામ હો.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(1:13 pm IST)