Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રાજકોટીયનો માટે જાવેદ અલીના ગીતોનો જક્કાસ જલ્સો

મનપાના સ્થાપના દિન નિમિતે કવિ રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્ષ) ખાતે સાંજે ૮:૩૦ કલાકે આયોજનઃ અલાયદી બેઠક વ્યવસ્થા : બોલીવૂડના સુપ્રસિધ્ધ પાર્શ્વ ગાયક જાવેદની ખાત્રી-સ્માર્ટ અને રંગીલા રાજકોટવાસીઓને એક-એક ગીત પર ડોલાવીશઃ પત્રકારો સાથે જાવેદ અલીની અલક-મલકની વાતોઃ મ્યુઝિકલ નાઇટમાં નગરજનોને ઉમટી પડવા કાર્યકારી મેયર અશ્વિન મોલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડીયા અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનું ભાવભર્યુ આમંત્રણ : ઠાકરની ગુજરાતી થાળીની મોજ માણતો જાવેદ અલી

રાજકોટઃ આજે મ્યુ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષમાં યોજાનાર મ્યુઝીકલ નાઇટ માટે બપોરે રાજકોટ પહોચેલા પ્રસિધ્ધ સીંગર જાવેદ અલીએ તેઓને જયાં ઉતારો અપાયેલ તે પ્લેટીલીયર હોટેલ ખાતેથી ચાલીને બાજુમાં આવેલ પ્રસિધ્ધ ગુજરાતી થાળીની હોટલ ઠાકરમાં રોટલી, કઢી, પુરી, ઉંધીયુ, દુધપાક વગેરે ગુજરાતી ભોજનની મોજ માણી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ :.. આજે મ્યુ. કોર્પોરેશનનો ૪૭ મો સ્થાપના દિન છે ત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે રેસકોર્સનાં રમેશ પારેખ રંગદર્શન ખાતે બોલીવુડનાં સુપ્રસિધ્ધ ગાયક જાવેદ અલીની ભવ્ય મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયુ છે. આ માટે આજે બપોરે ર વાગ્યે રાજકોટ પહોંચેલા જાવેદ અલીએ પત્રકારોને જણાવ્યું હતું કે આજે રાત્રે રંગીલા રાજકોટ વાસીઓને પૈસા વસુલ મનોરંજન આપીશ અને એક યાદગાર પરફોર્મન્શ  આપવાની ખાત્રી તેણે ઉચ્ચારી હતી.

દબંગ-૩ માં પણ હીટ ગીતો ગાયા છે

હોટલ પ્લેટેનિયમ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ હર હંમેશ પ્રમાણિક પણે પરફોમેન્શ આપવાનો પ્રયત્ન કરે છે. આગામી ફિલ્મ દબંગ-૩ માં  નૈના...લડે...  કે... ના લડે સહિતનાં ગીતો તેઓએ ગાયા છે.

રાજકોટના ઓડીયન્શમાં સારી મ્યુઝિક સેન્શ હોવાનું જણાવી તેઓએ કહયુ હતું કે, આજે રાત્રે તેઓ એક પછી એક હીટ ગીતો રજૂ કરીને લોકોને જલ્સો કરાવશે. તેઓને રાજકોટ શહેર પસંદ હોવાનું જણાવેલ.

 આ અવસરને વધુ આનંદમય બનાવવા આજે રાત્રે ૮.૩૦ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થિત શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર ખાતે જાહેર જનતા માટે બોલીવૂડના વિખ્યાત પ્લેબેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝિકલ નાઈટ  'સૂર તરંગ' નું  રંગીલું આયોજન કરવામાં આવેલ છે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન  આશિષ વાગડિયાએ જણાવ્યું હતું.

કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર, સિંગર જાવેદ અલી પ્રસ્તુ મ્યુઝિકલ નાઇટ 'સૂર તરંગ' કાર્યક્રમની દીપ પ્રાગટય વિધિ સમારોહમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને રાજકોટના સાંસદ  મોહનભાઇ કુંડારિયાના વરદ હસ્તે થશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના ૪૭ માં સ્થાપના દિનની ઉજવણી નિમિતે યોજાનાર સંગીત સંધ્યા સુર તરંગમાં પ્રેરણાદાયી તરીકે ભાજપા રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપા રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ રાજકોટ શહેર ભાજપા મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે ભાજપા રાજકોટ શહેર પુર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, જાણીતા ઉદ્યોગપતિ રામભાઇ બચ્છા, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, મહામંત્રી જીતુભાઇ કોઠારી વિગેરે ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા તેમજ શાસક પક્ષના દંડક અજયભાઇ પરમાર ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યારે રાજકોટ સીવિલ બ્લડ બેંકમાં લોહીની ખૂબ જ અછત હોય, થેલેસીમીયા ગ્રસ્ત બાળકો તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુસર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ તથાશ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ટીવી પર રજુ થતા મ્યુઝિક રિયાલિટી શો થકી પ્લેબેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ 'સુર તરંગ'માં જાવેદ અલી તેમના અનેક લોકપ્રિય ગીતો પ્રસ્તુત કરશે. તેમના વિવિધ ગીતોમાં ફિલ્મ 'બજરંગી ભાઇજાન'નું 'તું જો મિલા,''તક કે જાન'નૂં 'જબ તક હે જાન', 'જોધા અકબર'નું 'જશ્ન-એ-બહાર', 'ગજની'નું 'રાંઝણા'નું 'તુમ તક', 'તુમ મિલે'નું 'તુમ મિલે', 'ઇશકજાદે'નું 'ઇશકજાદે' 'બેટી એન્ડ બબલી'નું 'કલંક'નું 'એરા ગેર,' ' જબ વી મેટ,' સુફી સોંગ્સમાં ફિલ્મ 'રોક સ્ટાર'નું 'કુન ફાયા કુન', 'દિલ્હી ૬'નું 'અરજિયા'નું 'જોધા અકબર'નું 'ખ્વાજા મરે ખ્વાજા' તથા મેડલી સોગ્સમાં 'યન્ના મેર યા' અને 'કબીરા', 'જબ તક હે જાન', 'ઝાલીમાં' 'મેરે રશ્કે કમર' તમેજ 'એક દિન તેરી રાહો,''દિલ ઇબાદત', 'ચાંદ છુપા  બાદલ', 'આંખો કી ગુસ્તાકીય', 'ચુપકે સે લગજા ગલે', 'તુ હી હકિકત' 'આજાઓ મેર તમન્ના' અને 'દિવાના કર રહા,' 'મેરા તેરા હીરો' અને અન્યમાં 'ગલગ બાત' 'આપની તો એસે તેસે' 'પગ ધુંધરૂ,' ' દે દે પ્યાર દે' 'લડકા આંખે' 'ઓલ્ડ મેડલી સોંગ્સમાં' 'માનેના મોરા મનવા' 'અભી ના જાઓ', 'રંઝીશી', 'હોઠો સે છુલો', 'એક હીસન', 'દિવાના હુ' અને 'યે ચાંદ સા રોશન' આ ઉપરાંત મોહમ્મદ રફીના જુના ગીતોમાં 'તુમ જો મિલ ગયે હો' ના જા કહી અબ ના જા ' 'તુમને મુજે દેખા' 'દદે દિલ', 'ગુલાબી આંખે' તેમજ ફિમેલ સોંગ્સમાં 'જો જીતા વહી સિકંદર'નું 'પહેલા નશા', 'સુલતાન'નું 'જગ ઘુમ્યા', 'હંસી તો  ફસી'નું 'જહાનાશિન', 'લુટેરા''નું 'સવાર લુ' તથા લતા મંગેશકરનું 'લગ જા લગે' જેવા લોકપ્રિય ગીતો પ્રસ્તુત થનાર છે.

આ મ્યુઝિકલ નાઈટમાં ઉપસ્થિત રહેવા નાગરિકોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી આશિષ વાગડિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ ૧૯૮૦થી કાર્યરત છે. અને દરવર્ષે કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ બંને કાર્યક્રમોની સફળતા માટે કાર્યકારી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા,  આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબના મૌલેશભાઈ વ્યાસ તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનયભાઈ જસાણી, પરેશભાઈ વાછાણી, વિસ્મય પુજારા તથા અશોકભાઈ બુસા તેમજ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના પેથોલોજીસ્ટ ડોકટરની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષમાં તા.૧૯-૧૧-૧૯૭૩ ના રોજ રાજકોટ નગરપાલિકાનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર થયું હતું અને ત્યારે શહેરની વસતિ ૩.૨૯ લાખ અને શહેરનું ક્ષેત્રફળ ૬૯ ચોરસ કિ.મી. હતું. દરમ્યાન સને ૧૯૯૮ ના જુન માસમાં રૈયા નગરપાલિકા તથા નાના માવા અને મવડી નગર પંચાયતોને રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા હતાં. આ સાથે જ શહેરનું કુલ ક્ષેત્રફળ વધીને ૧૦૪.૮૬ ચોરસ કિ.મી. થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૫મા કોઠારિયા અને વાવડી ગ્રામ પંચાયતો પણ રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧૨૯.૨૧ થયું હતું.

વર્ષ ૧૯૦૧ માં રાજકોટની વસતિ ૩૬ હજાર હતી, જે ક્રમશઃ વધતી ચાલી. ૧૯૫૧મા ૧.૩૩ લાખ, ૧૯૭૩મા ૩.૨૯ લાખ, ૧૯૮૧મા ૪.૪૪ લાખ, ૧૯૯૧મા ૫.૫ લાખ, ૨૦૦૧મા ૧૦ લાખ અને ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે ૧૩.૪૬ લાખ થઇ હતી.

જાવેદ અલીના પ્રખ્યાત ગીત

 તું  જો મીલા (બજરંગી ભાઇજાન)

 જબ તક હૈ જાન (જબ તક હૈ જાન)

 જશ્ન-એ-બહારા (જોધા અકબર)

 ગુઝારીશ (ગજની)

 તુમ મીલેે (તુમ મીલે)

 ઇશ્ક જાદે, ઇશ્ક જાદે

 કજરા  રે (બંટી ઓર બબલી)

 ઐરાગૈરા (કલંક)

 નગાડા, નગાડા (જબ વી મેટ)

નવા સીંગરોને જાવેદ અલીની ટીપ્સઃ પ્રમાણિકતા અને ખંતથી કામ કરો

રાજકોટઃ અહીં આવેલા બોલીવુડનાં પ્રસિધ્ધ સીંગર જાવેદ અલીએ નવા ઉભરતાં કલાકારોને ટીપ્સ આપતાં જણાવેલ કે, પ્રમાણિકતા અને ખંતથી કામ કરવુ જોઇએ.નોંધનીય છે કે, જાવેદ અલી એક ભારતીય પાર્શ્વ ગાયક છે. તેમણે સને ૨૦૦૦થી હિન્દી ફિલ્મોમાં ગાવાનું શરૂ કરેલ. તેમનો જન્મ ૧૯૮૨મા દિલ્હી ખાતે થયેલ. તેમના પિતા પ્રસિદ્ઘ કવાલી ગાયક હતા. જાવેદ અલી ખાને ૨૦૦૮મા ફિલ્મ જોધા અકબરમા જશ્ન-એ-બહારા ગીત ગાયુ હતું, જે ખૂબ પ્રસિદ્ઘ થયું હતું. જેમાં તેને આઈફા ૨૦૦૯મા બેસ્ટ પ્લેબેક સિંગર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. જાવેદ અલીએ હિન્દી તથા બંગાળી, ઉર્દૂ, તમિલ, તેલુગુ જેવી અલગ અલગ ભાષામા પણ ગીત ગાયા છે. ૨૦૧૧મા તે સા રે ગા મા પા લીટલ ચેમ્પમા જજ બની ચુકયા છે.

બાલ ભવન

બાલભવન શૈશવ સદન,

મંગલ મધુર ગીત ગુનન ગુંજન,

બાલભવન!

ગહન ગહન પર ગગન ગહન,

નયન નયન નભ ચંચલ ચરન,

શિશુભવન મંગલ સદન,

સૂરજ તેજ- કિરણ કરન પ્રકાશ ઝરન,

શૈશવ વંદન,

પવન મહક ચંદન,

બાલભવન!

ગુન ગુન ગીત ગાન તાર સિતાર,

સ્મિત સભર ગુલગુલ ગુલજાર,

શિશુ- કૂજન બુલબુલ ઝરે ટહુકાર,

સુલભ ઉડન ગુંજન પુકાર,

બાલભવન!

નંદન નંદન વનવન,

ડોલન ગીત- ગાન- પવન,

પરાગ- સ્મિત કુસુમિત સૌરભ વહન,

મુદિત નગર બાલભવન!

ચંચલ ચંચલ ઉર ધબક ધડકન,

કો પંખી ઊડે નભ- નયન- શયન,

દેખત દેખત તેજ તરંગ- સ્પંદન,

બાલભવન!

મંગલ દીપ જયોત ચલન,

પથપથ દીપક ભવન,

બાલભવન!

ડો.હિમાંશુ ભટ્ટ, રાજકોટ,

ફોન (૦૨૮૧)૨૪૭૩૧૬૯

(4:17 pm IST)
  • સરકારી બેંકોના કર્મચારીઓને હવે પગાર વધારા ઉપરાંત" પરફોર્મન્સ લિંક્ડ પે (PLI) " મળશે : 11 માં બાઈપાર્ટ સેટલમેન્ટમાં PLI નો સમાવેશ કરવા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સની સૈધાન્તિક સંમતિ : ઇન્ડિયન બેન્ક એશોશિએશને 12 ટકા પગાર વધારો સૂચવ્યો : કર્મચારીઓ 15 ટકા માટે મક્કમ access_time 11:31 am IST

  • નેપાળ ધણધણી ઉઠ્યું : 7,9ની તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને લખનૌ સહીત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા access_time 8:06 pm IST

  • ભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST