Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

દંડનો દંડો બેફામઃ ૫૧૨૭ વાહન ચાલકોને ૩૦.૯૧ લાખના ઇ-ચલણ

રવિવારે વધુમાં વધુ કેસઃ ૨૫૮ એનસી કેસ કરી રૂ. ૧,૨૨,૪૦૦નો સ્થળ પર દંડ વસુલ કરાયોઃ એક વર્ષમાં ૭ કરોડથી વધુનો દંડ વસુલાયો

રાજકોટ તા. ૧૮: ટ્રાફિકના નવા નિયમો અંતર્ગત દંડ વસુલવાની શરૂઆત થયા બાદ શહેરના વાહન ચાલકો સતત દંડાઇ રહ્યા છે. રોજબરોજ પોલીસ હજ્જારોની સંખ્યામાં ઇ-ચલણ મોકલી દંડ વસુલી રહી છે તો સાથો સાથ સ્થળ પર દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. ગઇકાલે રવિવારે એક જ દિવસમાં ૫૧૨૭ વાહન ચાલકોને ઇ-ચલણ મોકલાયા હતાં. જેના દંડની રકમ રૂ. ૩૦,૯૧,૬૦૦ થાય છે. આ ઉપરાંત અલગ-અલગ પોઇન્ટ પર ૨૫૮ એનસી કેસ નોંધી રૂ. ૧,૨૨,૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ વર્ષ દરમિયાન કુલ કેસની સંખ્યા ૨,૮૯,૧૦૦ સુધી પહોંચી ગઇ છે અને તેની સામે આ એક વર્ષમાં કુલ રૂ. ૭,૦૧,૯૩,૪૦૫નો દંડ વસુલી લેવામાં આવ્યો છે. ફરજીયાત હેલ્મેટ, ફરજીયાત સિટ બેલ્ટ તથા વન વેના કેસોમાં સોૈથી વધુ દંડની વસુલાત થઇ રહી છે.

(11:57 am IST)