Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કોર્પોરેશનમાં હાજરીનું ચેકીંગઃ ૪ ગુટલીબાજો ઝડપાયા

રાજકોટઃ  મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો દ્વારા ફરીયાદો ઉઠવા પામતા જે અન્વયે આજે મ્યુ. કમિશ્નર દ્વારા કર્મચારીઓની હાજરીઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગમાં ૪ ગુટલીબાજો ઝડપાયા હતા. કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી મશીનમાં પુરવામાં આવે છે. ત્રણેય ઝોન કચેરીમાં આ મશીન આગળ સિકયુરીટી કર્મચારીઓને બેસાડવામાં આવ્યા હતા જે કર્મચારીઓ મોડા પડે તેઓને કમિશ્નર પાસે મોકલવામાં આવ્યા હતા. મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કર્મચારીઓને શિસ્તમાં રહેવા તાકીદ કરી હતી.

(4:30 pm IST)