Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટ જિલ્લાના 9 સેન્ટરોમાં 11 તાલુકાની માત્ર 1488 મેટ્રિક ટન મગફળીની ખરીદી !

૧૭ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું:માત્ર ૭૪૯ ખેડૂતોની મગફળીખરીદાઈ !

રાજકોટ: શહેર અને જિલ્લામાં તારીખ ૧૫ નવેમ્બર ગુરુવારથી મગફળી ખરીદીની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગુરુવારથી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના ૯ સેન્ટરો પર ૧૧ તાલુકાની અત્યાર સુધીમાં માત્ર ૧૪૮૮ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં બે લાખ ૨૫ હજાર મેટ્રિક ટનના ઉત્પાદન સામે માત્ર ૧ ટકો ખરીદી હજુ સુધી કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં ૧ લાખ ૩૮ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે ૧૭ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે અંતર્ગત હજુ અત્યાર સુધીમાં માત્ર ૭૪૯ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે.

(9:15 pm IST)