Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રૈયા ચોકડીએ ઓવરબ્રીજનું કામ પૂરજોશમાં: સ્‍થળ મુલાકાત લેતા મ્‍યુ. કમિશ્નર બંછાનિધી

રાજકોટઃ. શહેરના રૈયા ચોકડી વિસ્‍તારમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર ફલાય ઓવરબ્રીજનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યુ છે ત્‍યારે હવે આ કામ પૂર્ણતાને આરે છે અને બ્રીજમાં વચ્‍ચેના ભાગ ઉપર પ્‍લેટફોર્મ ચડાવવામાં આવી રહ્યા છે અને તેનુ કામ પૂરજોશમાં છે તેમ મ્‍યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્‍યુ હતું. તસ્‍વીરમાં આજે સવારે મ્‍યુ. કમિશ્નરશ્રીએ રૈયા ચોકડી ઓવરબ્રીજના કામની સ્‍થળ મુલાકાત લઈ અને ઈજનેરોને જરૂરી સૂચનાઓ આપી હતી તે નજરે પડે છે

 

(4:41 pm IST)