Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કોંગ્રેસ દ્વારા ઇન્‍દીરાજીને વંદના

 દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકેનું ગૌરવ હાંસલ કરનાર પ્રિયદર્શિની ઇન્‍દીરા ગાંધીની જન્‍મ જયંતિ નિમિતે શહેર મહીલા કોંગ્રેસ દ્વારા ફુલહાર કરી વંદના કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ મનિષાબા વાળા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા તેમજ શહેર કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઇન્‍દીરાજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. દેશ માટે કપરા સંજોગોમાં ઇન્‍દીરાજીએ દાખવેલ કુનેહને આ તકે યાદ કરાઇ હતી.   આ તકે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, કોર્પોરેટર જયાબેન ટાંક, રંજનબેન પારેખ, શાંતાબેન મકવાણા, વંદનાબેન સોની, સરોજબેન, હર્ષાબા, સકિતાબેન, ઉષાબેન, લતાબેન, મંજુબેન, પ્રફુલાબેન, કાંતાબેન, શાંતાબેન, સોનલબેન, ચંદ્રીકાબેન, રમાબેન, વાયુબેન, ક્રિષ્‍નાબેન, કવિતાબેન, હિરલબેન, દિપ્‍તીબેન, મિતલબેન, નિલેશ્વરીબેન, કવિતાબેન, ગીતાબેન, શિલ્‍પાબેન, હિનાબેન વગેરે ઉપસ્‍થિત રહી ઇન્‍દીરાજીને વંદના કરી હતી. દરમિયાન શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુતના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ પુષ્‍પાંજલી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા, પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા, વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક અતુલભાઇ રાજાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, કોર્પોરેટરો દીલીપભાઇ આસવાણી, ઘનશ્‍યામસિંહ એન. જાડેજા, પ્રભાતભાઇ ડાંગર, એન. ડી. જાડેજા, બાલુભાઇ વિંઝુડા, મેઘજીભાઇ, સંજયભાઇ ખુંટ, લોક સરકાર સૌરાષ્‍ટ્ર ઝોન ઇન્‍ચાર્જ ભાર્ગવભાઇ પઢીયાર, સોશ્‍યલ મીડીયા પ્રભારી રજત સંઘવી, કો-ઓર્ડીનેટર જીજ્ઞેશ વાગડીયા, લેબર સેલના મહેશ પાશ્વન, માલધારી સેલના મેરામભાઇ ચૌહાણ, સેવાદળના ભાવેશભાઇ ખાચરીયા, કિશોરસિંહ જાડેજા, રાજેશભાઇ પાટડીયા, ભાવેશ લુણાગરીયા, ગોવિંદભાઇ ચક્રાવત, છગનભાઇ ચાવડા, પ્રકાશ રાવરાણી, રાજેશ પટેલ, અંકુરભાઇ માવાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:38 pm IST)