Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાજપની મૂડી છે સક્ષમ, ત્યાગી, નિષ્ઠાવાન અને કર્તવ્યવાન કાર્યકરો

સ્નેહમીલનમાં પક્ષની પંચનિષ્ઠાનો સંકલ્પ લેવડાવતા નીતીનભાઇ ભારદ્વાજઃ કેન્દ્ર-રાજયસરકારની સિધ્ધીઓનું સીડી નિદર્શન : કોંગ્રેસમાં વંશીય નેતાઓનું જ મહત્વ, વિચારધારા સાથે કંઇ લેવા-દેવા નથીઃ વિજયભાઇ રૂપાણી

 રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી સંગઠનની પરંપરા મુજબ દર વર્ષની માફક આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં નવા વર્ષના શુભારંભમાં કાર્યકર્તા સ્નેહમીલન યોજવામાં આવી રહયા છે તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ઘનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઇ અમીન, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પુર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, નેહલ શુકલ, રાજુભાઇ ધ્રુવ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, પુર્વ પ્રમુખ જીતુભાઇ શાહ, પ્રતાપભાઇ કોટકની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ શુભેચ્છકો, સમર્થકોનું સ્નેહ મીલન શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ અમૃૃત સાગર પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલ હતુ.

 આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે આ નુતન વર્ષમાં ગુજરાત સર્વ ક્ષેત્રે વિકાસ અને સર્વ ક્ષેત્રે સમૃધ્ધી એવુ ધ્યેય અને સુત્ર લઇ આપણી સરકાર વિજયપથ પર આગળ વધી રહી છે. ત્યારે આપણા સૌના જીવનમાં નુતન વર્ષનું પ્રભાત સુખ, સમૃધ્ધી, યશ, કિર્તિ, ધન, પદ વૈભવનો પ્રકાશ ફેલાવે  અને આ નુતન વર્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વિકાસ મોડલ તરીકે દેશ અને દુનિયા સમક્ષ મુકી આપ્યું છે. ત્યારે આપણે સૌ સહિયારા પુરૂષાર્થ અને પોતીકા ગુજરાતની ખમીર વડે ગુજરાતનો ડંકો સમસ્ત વિશ્વમાં ગુંજતો રાખીએ. આ સરકાર પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર અને પ્રગતીશીલ સરકાર ખરા અર્થમાં સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે. લોકશાહી  વરેલા દેશો અને લોકશાહી સફળતા માટે  ચોકકસ ધ્યેય સાથેના રાજકીય પક્ષો હોવા જરૂરી છે. ધ્યેય સાથેના રાજકીય પક્ષો હોવા જરૂરી છે. ધ્યેય અને  વિચારધારા સાથેના રાજકીય પક્ષોના અસ્તિત્વમાં જ લોકશાહી જીવંત અને સક્રિય રહી શકે. ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા અને મુલ્યો આધારીત પાર્ટી છે. સાંસ્કૃતિક, રાષ્રવાદ, રાષ્ટ્રીય સલામતી, લોકતંત્ર અને વિકાસ પ્રતિબધ્ધ એવો ભાજપ ભારતીય માટે એક આશાનુ કિરણ બની રહયો છે ત્યારે સવાસો વર્ષ જુની કોંગ્રેસમાં માત્ર એક પરિવારને જ મહત્વ  આપવામાં આવે છે. પક્ષમાં વંશીય નેતાઓનુ જ મહત્વ છે. કોંગ્રેસને વિચારધારા સાથે કંઇ લેવા દેવા નથી. એકમાત્ર ભાજપમાં જ વિચારધારાનું મહત્વ, દેશવ્યાપી વિરાટ સંગઠન, મુલ્યનિષ્ઠ રાજનેતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ જોવા મળે છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા પ્રતિબધ્ધતા સમર્પણની ઉમદા ભાવના, જાતને ભુલીને કામ કરવાની વૃતિ આગવી અને અદભુત છે એકમાત્ર ભાજપ પાસે જ કર્મઠ કાર્યકર્તાઓની મોટી ફોજ છે એટલે જ ભાજપની મુડી એમના કાર્યકર્તાઓ છે. સક્ષમ, ત્યાગી, નિષ્ઠાવાન અને કર્તવ્યવાન કાર્યકર્તાઓ ભાજપની ઓળખ છે. ત્યારે  કાર્યકર્તાઓમાં પ્રબળ પારિવારીક ભાવના સૌને એક તાંતણે બાંધી રાખે છે. ભાજપ સરકારેની જનધન યોજના, ઉજજવલા યોજના, અયુષ્યમાં યોજના યુવાનો માટે એપ્રેન્ટિસ, સ્ટાઇપેન્ડ, મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન, ખેડુતો માટે છેલ્લા ત્રણ વર્ષથી ટેકાના ભાવે ખરીદી , ગૌ હત્યા વિરોધી કાયદો, ભષ્ટાચાર પર લગામ તેમજ ભારતમાં માત્ર બીજો અને ગુજરાતમાં સૌપ્રથમ દરીયાના પાણીને શુધ્ધ કરવાનો જંગી પ્લાન્ટ કે જેનાથી જનસમુહ અને કીસાનોની પાણીની સમસ્યા ભુતકાળ બનશે જેવી લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાનું ભાથુ છે જેનાથી આવનારી લોકસભાની ચુંટણીમાં દેશનો પરીપકવ મતદાર ભાજપ તરફી મતદાન કરી કોંગ્રેસને જડમુળમાંથી ઉખાડી નાંખશે. ત્યારે સમગ્ર દેશ માટે નુતન વર્ષ મહત્વનું છે દેશને નુકશાન પહોંચડવાવાળા પરીબળો સતા માટે મહાગંઠબંધન કરી રહયા છે ત્યારે આ ગઠબંધન નહિ પણ ઠગબંધન સાબીત થશે.

 આ સ્નેહમીલનમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતુ કે ભાજપનો પ્રત્યેક કાર્યકતા એકબીજા સાથે પારીવારીક ભાવનાથી જોડાયેલો છે. રાજકોટ જનસંઘ કાળથી લઇ આજ સુધી ભાજપનો ગઢ તરીકે સાબીત થયો છે. અને સંગઠન ક્ષેત્રે પણ રાજકોટ ભાજપનું સ્થાન અગ્રેસર રહયું છે  જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ  મોદી સમગ્ર  વિશ્વમાં ભારતને ગૌરવ પ્રદાન કરાવી રહયા છે. અને રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઇ રૂપાણી રાજયના મુખ્યમંત્રી તરીકે સમગ્ર ઙ્ગગુજરાતનું નેતૃત્વ કરી રહયા  છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના વિકાસ કાર્યોમાં સહભાગી બનવાની આપણી સૌની પ્રથમ ફરજ બની છે. અને આવનારી લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થશે.

 આ તકે આયોજન પંચના ઉપાધ્યક્ષ અને પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઇ અમીને જણાવ્યું હતુ કે ભાજપની સરકારે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતગર્ત રાજકોટને મ્યુઝીયમ અને સરદાર વલ્લભભાઇ પટેલને ખરી શ્રધ્ધાજંલી પાઠવતા વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને દેશના આ બંને મહાપુરૂષોને સાચી આદરાંજલી અર્પી છે. ત્યારે કોંગ્રેસે સરદારને હાંસીયામાં ધકેલી નાંખ્યા હતા.

મેયર બીનાબેન આચાર્યએ કહયુ કે ભાજપનો કાર્યકર્તા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી તેઓને આ યોજનાઓનો લાભ અપાવી પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રનિર્માણના આ ભગીરથ કાર્યમાં સહાયરૂપ બને તેમજ પક્ષ અને પ્રજાજનો વચ્ચે સબળો સેતુ બને તેવી અપેક્ષા છે.

 આ તકે ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી જણાવ્યું હતુ કે આગામી લોકસભા ચુંટણીમાં બુથ મેનેજમેન્ટ મજબુત બનાવવા, સમાજના પ્રતિષ્ઠિત લોકો, સામાજીક, સેવાકીય કાર્યો સાથે સંકળાયેલાઓને પાર્ટીમાં જોડવા, યુવકમંડળો, ધુન મંડળો, મહિલા મંડળોને પાર્ટીમાં જોડાવા લોકોને કેન્દ્ર તેમજ રાજય સરકારની લોહહીતકારી અને લોકકલ્યાણલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા તેમજ લોકો વચ્ચે - લોકો સાથે - લોકોને જોડીને પક્ષમાં જોડવા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજય અને કેન્દ્ર સરકાર ખરા અર્થમાં સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે. જેમા માનવસેવા, શિક્ષણ, સાક્ષરતા, આરોગ્ય, વેપાર, ઉદ્યોગ, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી, પ્રવાસન, રોજગારી, કૃષિ, યુવા અને મહિલા વિકાસ જેવા અનેકવિધ ક્ષેત્રોમાં અસરકારક પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.

 આ સ્નેહમીલનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી તથા કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધીઓની સી.ડી.નું નિદર્શન, મુખ્યમંત્રી શ્રીના આગમન બાદ કાર્યક્રમનું દીપ પ્રાગ્ટય અને વંદે માતરમ ગાન, બુથવાલી, બુથ ઇન્ચાર્જ, બુથ સહઇન્ચાર્જ વિવિધ મોરચાના પ્રમુખ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, બક્ષીપંચ  મોરચાના નિલેશભાઇ જલુ, અનુસુચિત જાતીના પ્રમુખ  ડી.બી.ખીમસુરીયા, લધુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહિલા મોરચાના પ્રમુખ   નયનાબેન પેઢડીયા, કિશાન મોરચાના પ્રમુખ  પ્રવિણભાઇ કિયાડા દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજે ઉપસ્થિત કાર્યકર્તાઓને દેશ, ગુજરાત અને પાર્ટી માટે નિષ્ઠાપુર્વક પરીશ્રમનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ સ્નેહમીલન કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ  તેમજ અંતમાં આભારવિધી કિશોરભાઇ રાઠોડે કરી હતી.

(4:31 pm IST)