Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાજકોટમાં ભળેલા કોઠારીયાને વેરા બીલ આપી પાણીની સુવિધા નહી આપતા કોંગ્રેસી આગેવાનની જાહેર હીતની અરજી

રાજકોટ તા ૧૯ : વેરાની વિસંગતતા બાબતે રાજકોટ મહાનગર પાલીકા વિરૂધ્ધ જાહેર હીતની અરજી મયુરસિંહ સતુભા જાડેજા એ દાખલ કરી હતી.

આ કામની હકીકત એવી છે કે  હાલમાં રાજકોટ મહાનગર પાલીકામાં ભળેલ નવો વિસ્તાર કોઠારીયા ગામ જેને રાજકોટ મહાનગર પાલિકામાં વોર્ડ નં.૧૮ તરીકે ઓળખાય છે  તે વિસ્તારમા ં રાજકોટ મહાનગર પાલીકા દ્વારા તાજેતરમાં માપણી થઇ વેરા બીલો આપવાનું શરૂ કરેલ હતું જે વેરા બીલમાં વોર્ડ નં.૧૮ મા  કોઇપણ પ્રકારની પાણીની કે અન્ય સુવિધાઓ ન હોવા છતાં તોતીંગ વેરા બીલો રાજકોટ મહાનગર પાલીકા દ્વારા આપવામાં આવેલ હતા.

આ અંગે કોંગ્રેસના આગેવાન મયુરસિંહ સતુભા જાડેજા તથા વોર્ડનં.૧૮ના જાગૃત કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન મયુરસિંહ જાડેજા તથા અન્યો દ્વારા કમિશ્નરશ્રી રાજકોટ મહાનગર પાલીકાને આવેદન આપેલ  હતું કે વોર્ડ નં.૧૮ માં કોઇપણ  પ્રકારની પાણીની સુવિધા નથી. અને નળ કનેકશન આપવામાં આવેલ નથી  અને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા પાણી પણ ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે તે પણ નીયમીત રીતે લોકોને મળતું નથી. વોર્ડનં.૧૮ ના નાગરીકોને પાણીની સખ્ત હાડમારી ભોગવવી પડે છે તેમ છતાં રાજકોટ મહાનગર પાલીકા દ્વારા વોર્ડ નં.૧૮  ના જાગૃત આગેવાન મયુરસિંહ જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવીને હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી કરી દાદ માગેલ છે કે રાજકોટ શહેરના અન્ય વિસ્તારમાં નળ દ્વારા પાણીની નીયમીત જે સુવિધાઓ આપવામાં આવે છે તેવી સુવિધા રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તાર વોર્ડ નં.૧૮ ના નાગરીકોને મળે અને ત્યારબાદ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નીયમાનુસાર વેરો વસુલવા હક્કદાર છે. જે જાહેર હીતની અરજી ના. ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ અરજી નંબર ૩૨૪૩૭/૧૮ થી ફાઇલ કરેલ છે.

આ કામમાં મયુરસિંહ સતુભા  જાડેજા વતી વિમલ એચ. ભટ્ટ, મનીષ સી પાટડીયા, પંકજ જી. મુલીયા તથા નામ. હાઇકોર્ટમાં રથીન પી.રાવલ એવોકેટ તરીકે રોકાયેલા છે.

(4:29 pm IST)