Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગ્રીન એવન્યુ સોસા.માં યોજાયેલ ભાગવત કથામાં ભાવિકો રસતરબોળઃ રાત્રે તુલસી વિવાહ

જ્ઞાનગંગા વહાવતા ૧૭ વર્ષના માયાકુમારીબેનઃ વસાણી પરિવાર દ્વારા કાલે માળાપહેરામણી અને લોટી ઉત્સવનો મનોરથ

રાજકોટ તા. ૧૯ : અહિંના સૌરાષ્ટ્ર યુનિ. પાસે આવેલ નિલ્સ સીટી કલ્બ કેમ્પસમાં આવેલ ગ્રીન એવન્યુ સોસાયટીમાં અંજારવાળા બાળ વિદુષી માયાકમુારીના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં શ્રોતાઓ રસતરબોળ બની ગયા છે.

કથાકાર માયાકુમારી માત્ર ૧૭ વર્ષની નાનીવયે બાળશૈલીમાં સંગીત સાથે ભાગવત કથાના સુંદર પ્રસંગોનું વર્ણન કરી કથામાં આવતા દરેક પ્રસંગોની ભકિત-ભાવ પૂર્વક સોસાયટીના તેમજ આજુબાજુના ભાવિકો દ્વારા ઉજવણી પણ કરવામાં આવે છે.

ભાગવત કથામાં આજે રાત્રે તુલીસ વિવાહની ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવશે. જેમાં પશિલ પાર્કમાં રહેતા વંદનાબેન દર્શનભાઇ પરીખ પરિવારને ત્યાંથી ભગવાન ઠાકરની જાડેરી જાન જોડવામાં આવશે. જયારે માતા તુલીસજીના કન્યાદાનનો લ્હાવો ગ્રીન એવન્યુ સોસાયટીમાં રહેતા પુજાબેન દેવુભાઇ ત્રિવેદી પરિવાર લેશે.

આજે રાત્રે તુલીસ વિવાહ સંપન્ન થયા બાદ આરાસુરના અંબાજીએ ગવાતા પ્રખ્યાત ''આનંદ'' ના ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ગરબાના સુપુસિદ્ધ ગાયક અનુબા તેમના કંઠે આજે ''આનંદ'' નો ગરબો ગાશે.

આ ઉપરાંત આવતીકાલે કથા મંડપમાં સ્વ. કમળાબેન હેમરાજભાઇ વસાણી (આટકોટવાળા)તરફથી માળા પેરામણી અને લોટીઉત્સવનો  મનોરથ પણ રાત્રે ૯.૩૦ વાગ્યે રાખેલ છે જેમાં રોયલ પાર્ક સ્થિત કૃષ્ણાશ્રય હવેલી એથી પૂ. પા. ૧૦૮ અભિષેકકુમાર, પૂ. પા. ૧૦૮ અક્ષયકુમાર, પૂ. પા. ૧૦૮ દ્વારકેશકુમાર અને પૂ. પા. ૧૦૮ રમણેશકુમાર મહોદય ઉપસ્થિત રહી આશીર્વચન આપશે.

તા. રર ના રોજ ઘનશ્યામભાઇ આહીર ગ્રુપ ડાયરાની રમઝટ રાત્રે ૧૦ કલાકે બોલાવશે.

ઉલ્લેખનીય છે કે આ ભાગવત કથાનું ભવ્ય આયોજન ગ્રીન એવન્યુ સોસાયટીના સખી મંડળ દ્વારા કરવામાં આવ્યુ છે જેનું સફળ અને સુંદર સંચાલન મહિલાઓ દ્વારા જ થાય છે જેમાં જયશ્રીબેન મહેતા, ઉષાબેન જોષી, દિપ્તિબેન પરમાર, પુજાબેન ત્રિવેદી, વર્ષાબેન આરદેશણા, રૂપાબેન રૂપારેલીયા, બીંદુબેન પટેલ, સંતોકબેન ઓડેદરા, પુનમબેન વસાણી, આરતીબેન મોદી, મંજુબેન કમાણી, વંદનાબેન પરીખ, સરોજબેન પરમાર, ડિમ્પલબેન ઓઝા, સોનલબા ઝાલા, વેદીતાબેન ઠાકર, મોનીકાબેન મોદી સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ભાવિકજનોએ હાજર રહેવા સખી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(4:27 pm IST)