Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નરેન્દ્રસિંહ ઠાકુર ફરી અઢી વર્ષ સમિતિની ધૂરા સંભાળશેઃ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદારને બદલાવાયા, તેઓના સ્થાને ભારતીબેન રાવલ ચૂંટાયા

રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેનની મુદત રાા વર્ષ કરી નંખાઈઃ નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ

મ્યુ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ ઠાકુરને પુનઃ નિયુકત કરવામાં આવ્યા છે તથા વાઈસ ચેરપર્સન તરીકે ભારતીબેન રાવલની નિયુકિત થતા મેયર બીનાબેન આચાર્ય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, યુવા ભાજપના પ્રદીપભાઈ ડવ, કોર્પોરેશનના શાસક પક્ષ દંડક અજય પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા તથા મહિલા મોરચાના ચારૂબેન ચૌધરી, પુનિતાબેન તથા કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા સહિત મહિલા અગ્રણીઓ શુભેચ્છા આપી રહેલા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૯)

રાજકોટ. તા.૧૮ :. અત્રેની મ્યુ. કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેનની મુદત હવેથી રાા વર્ષની કરી નંખાયાનું શહેર ભા.જ.પ.ના વર્તુળુઓએ જણાવ્યું હતુ. આથી આજે સવારે ૧૦ વાગ્યે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ બીજા રાા વર્ષ માટે નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સમિતિના શાસક ભા.જ.પ. તથા વિપક્ષ કોંગ્રેસના મળી કુલ ૧પ સભ્યો નવા ચેરમેનને ચૂંટી કાઢયા હતા. આ ચૂંટણીમાં નરેન્દ્રસિંહ ઠાકુરને રીપીટ કરાયા છે. જ્યારે વાઈસ ચેરમેન અલ્કાબેન કામદારને બદલાવી તેઓના સ્થાને ભારતીબેન રાવલને ચૂંટવામાં આવ્યા હતા. 

આજે સવારે ૧૦ વાગ્યે શિક્ષણ સમિતિની કરણપરા સ્થિત કચેરી ખાતે બીજા અઢી વર્ષ માટે નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાસક પક્ષ ભાજપના સભ્યોએ પ્રદેશ હાઈકમાન્ડના મેન્ડેન્ટ મુજબ વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરને ફરીથી ચેરમેન પદ માટે પસંદ કર્યા હતા. જ્યારે વાઈસ ચેરમેન અલ્કાબેન કામદારના સ્થાને નવા વાઈસ ચેરમેન તરીકે ભારતીબેન રાવલની નિમણૂક થયાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સત્તાવાર જાહેર કર્યુ હતું.

નોંધનીય છે કે  આજદિન સુધી  શિક્ષણ સમિતિનાં ચેરમેનની મુદત પાંચ વર્ષની હતી. પરંતુ હવે સરકારે તમામ મહાપાલિકાઓની શિક્ષણ સમિતીમાં સમાન ધોરણે  ચેરમેનની મુદત  રાા વર્ષ  કરી નાંખી છે.(૨-૬)

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અત્યાર સુધીના ચેરમેનોની યાદી

     અધ્યક્ષ                  સમયગાળો

વિનોદભાઇ બુચ        તા. ૬-૪-૬૬થી ર૮-૯-૬૬

ભગવાનજીભાઇ કોટક   તા. ર૯-૯-૬૬થી ૪-૧૧-૯૦

વાસંતીબેન શાહ        તા. ર૪-૧૧-૯૦થી ૭-૩-૭૪

એડમિનિસ્ટ્રેટર          તા. ૧૩-૮-૭૪ થી ૧૬-ર-૭૬

સતિષચંદ્ર જોશી        તા. ૧૭-ર-૭૬ થી ૧પ-ર-૭૮

કાંતિલાલ રાણપરા      તા ૧૬-ર-૭૮ થી પ-૧૦-૮૧

ગોવિંદભાઇ પટેલ      તા. ૬-૧૦-૮૧થી ર૪-ર-૮૯

ઠાકરશીભાઇ પટેલ      તા. રપ-ર-૮૯થી પ-૧-૯૬

હિતેષભાઇ પંડયા       તા. ૬-૧-૦૬ થી ૧૪-૧૧-૯૭

કિરીટભાઇ પાઠક        તા. રપ-૧૧-૯૧થી ૧૧-૩-૦૧

નાથાભાઇ બી. કિયાડા  તા.૧ર-૩-ર૦૦૧ થી ૮-૧ર-ર૦૦૩

લાભુભાઇ એન. ખીમાણિયા       તા.૮-૧-ર૦૦૪ થી ર૭-૪-ર૦૦૬

મુકેશભાઇ પી. દોશી    તા. ર૮-૪-ર૦૦૬ થી ર૧-૧૧-ર૦૦૬

માવજીભાઇ બી. ડોડીયા તા. ૩-૧ર-ર૦૦૬ થી ૭-૩-ર૦૧૧

દેવાંગ માંકડ           તા. ૮-૩-ર૦૧૧ થી ૧૭-પ-ર૦૧૬

નરેન્દ્રસિંહ એન. ઠાકુર  તા. ૧૮-પ-ર૦૧૬ થી

નરેન્દ્રસિંહ એન. ઠાકુર તા. ૧૯-૧૧-ર૦૧૮ થી કાર્યરત

(4:05 pm IST)