Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રાત્રે રેસકોર્ષમાં મધુર કંઠ રેલાશે : ઐશ્વર્યા મજમુદારની સંગીત સંધ્યા

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ૪૬માં સ્થાપના દિન નિમિતે ૮.૩૦ કલાકે રમેશ પારેખ રંગદર્શન ખાતે કાર્યક્રમ : શહેરીજનોને ઉમટી પડવા બિનાબેન આચાર્ય, ઉદયભાઇ કાનગડ તથા આશીષ વાગડિયાનો અનુરોધ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કોર્પોરેશનના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત સંગીત સંધ્યા 'સૂરોના સથવારે' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર મ્યુનિ. કોર્પોરેશનમાં ઉપસ્થિત રહી સંગીત ક્ષેત્રેની માહિતી આપી હતી. આ પરિષદમાં મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયા વિગેરે તસ્વીરમાં નજરે પડે છે.(૨૧.૨૮)

રાજકોટ તા. ૧૭ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારિક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૪૫ વર્ષ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર કે જેઓએ હિન્દી ફિલ્મો તથા ગુજરાતી ફિલ્મોમાં પોતાના સુરીલા કંઠથી ગુજરાતમાં નહિ પણ ભારતભરમાં તેમજ વિદેશમા પણ સંગીતના માધ્યમથી પોતાની પ્રસિદ્ઘિ મેળવી છે. ઐશ્વર્યા મજમુદાર મ્યુઝીકલ નાઈટનું રાજકોટમાં તા.૧૯ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓડીટોરીયમ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

બોલીવુડના પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત આ મ્યુઝીકલ નાઈટ શહેરીજનો માટે યાદગાર બની રહેશે. જે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું. માન. મેયર શ્રી બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા રહેશે. પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાનિ રચના બાદ પ્રથમ બોર્ડ એટલે કે વર્ષ ૧૯૭૫ થી ૧૯૮૦માં ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓના પરિવારજનોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. તત્કાલીન કોર્પોરેટરશ્રીઓ નથવાણી કાકુભાઈ, મહેતા પ્રવિણચંદ્ર, પુજારા પ્રાગજીભાઈ, તન્ના હર્ષદરાય, રાણપરા નટવરલાલ, પટેલ ખોડીદાસભાઈ, પારેખ લાલજીભાઈ, ભારમલ અકબરઅલી, જાની કાંતિલાલ, પંડિત મુકુંદરાય, શેઠ વિનોદરાય, શુકલ ચીમનભાઈ, સોનપાલ મગનલાલ, મકવાણા કાળાભાઈ, મેઘાણી ખોડીદાસભાઈ, પરસાણા કાનજીભાઈ, તળાવીયા પોપટભાઈ, મેવાડા પુંજાભાઈ, સરવૈયા મોહનભાઈ, ચૌહાણ લખમણભાઈ, મણીયાર અરવિંદભાઈ, સોલંકી ગોવિંદભાઈ, ખાચર શાંતિલાલ, ડો.ધનેન્દ્રભાઈ પારેખ, કોટક જનકભાઈ, દવે હસમુખભાઈ, આહુજા ગોધુમલભાઈના પરિવારજનો તેમજ અતિથિવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં તબલા, પકર્યુંસનમીક્ષ, ડ્રમ મીક્ષ, બાસ ગીટાર, લીડ ગીટાર, લીડ  + એકોસ્ટિક ગીટાર, કીબોર્ડ મીક્ષ વિગેરે જેવા અદ્યતન મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટસથી ધૂમ મચાવશે અને લોકોને સંગીતના તાલે ડોલાવશે.

અંતમાં, મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ આ કાર્યક્રમમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા નિમંત્રણ પાઠવેલ છે. તેમજ પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત શહેરીજનોને સ્વચ્છતા અંગેની શપથ લેવડાવવામાં આવશે.

(4:01 pm IST)