Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કોઠારીયા સોલવન્ટમાં જુના ડખ્ખાને લીધે અજયને સંતોષે પાણો માર્યો

રાજકોટ તા. ૧૯: કોઠારીયા સોલવન્ટ પાસે શિતળાધારમાં રહેતાં અને પીઓપીનું કામ કરતાં અજય શંકરભાઇ પટેલ (ઉ.૨૫) નામના મુળ યુપીના યુવાનને તેના ઘર નજીક જ રહેતાં મુળ બિહારના સંતોષ તથા બે અજાણ્યાએ જુના મનદુઃખને લીધે ઢીકા-પાટુનો માર મારી માથામાં પથ્થર ફટકારી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

રૈયાધારમાં નિકુલને મુકેશે ધોકાથી માર માર્યો

રૈયાધારમાં પાણીના ટાંકા પાસે રહેતાં નિકુલ વાલદાસભાઇ ચૌહાણ (ઉ.૩૨)ને જુના મનદુઃખને લીધે મુકેશ અરજણભાઇ પરમારે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગંજીવાડાનો દિલીપ  ઝેરી દવા પી ગયો

ગંજીવાડા શેરી નં. ૨૫માં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો દિલીપ અરવિંદભાઇ બથવાર (વણકર) (ઉ.૨૩) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિલીપ ત્રણ ભાઇમાં બીજો અને અપરિણીત છે. ઝેર શા માટે પીધું? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ થોરાળા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:36 pm IST)