Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અંડરબ્રીજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી ૪પ વર્ષના અજાણ્યા યુવાનનો આપઘાત

રાજકોટ, તા. ૧૯ :  અંડરબ્રીજની પાસે જનકલ્યાણ સોસાયટી સામે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ અંડરબ્રીજ પાસે જનકલ્યાણ સોસાયટીની સામે સવારે એક આશરે ૪પ વર્ષનો અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો હોવાની જાણ કોઇએ પોલીસ કંટ્રોલને કરવામાં આવતા કંટ્રોલ ઇન્ચાર્જે એ-ડીવીઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સ. શૈલેષભાઇ તથા રાઇટર કમલેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અજાણ્યો યુવાન ઘઉં વર્ણનો અને માથા પર સફેદ વાળ છે તેણે ડાબા હાથમાં કડુ પહેરેલ છે. તેથી આ યુવાન ભરવાડ હોવાની શંકા વ્યકત કરી છે. જો કે આ બનાવમાં માલવીયાનગર વિસ્તારની હદ આવતી હોઇ, તેથી એ-ડીવીઝન પોલીસે પ્રાથમિક કાગળો કરી માલવીયાનગર પોલીસ મથકે મોકલવા તજવીજ હાથ ધરી છે. આ યુવાનના જો કોઇ સગા સંબંધી હોઇ તો, માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:33 pm IST)