Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શાપર-વેરાવળમાં ગાંજાના જથ્‍થા સાથે બે પકડાયા

બે દિ' પૂર્વે રૂરલ એસ.ઓ.જી.એ ગોંડલ પાસેથી હેરોઇનનો જંગી જથ્‍થો પકડયા બાદ વધુ એકવાર નશીલા પદાર્થના વેચાણનો નેટવર્કનો પર્દાફાશ કર્યો : સાળા-બનેવી ભોલા ગુપ્તા તથા કેદાર ગુપ્તાની ૩૩૦૦ ગ્રામ ગાંજા સાથે ધરપકડ : કેદાર યુપી-બિહારની બોર્ડર પરથી ગાંજો લાવી છુટક વેચાણ કરતો હોવાની કેફીયત : પી.આઇ. મહેન્‍દ્રસિંહ રાણા તથા પી.એસ.આઇ. વાય.બી. રાણાની ટીમનો દરોડો

તસ્‍વીરમાં ગાંજાના જથ્‍થા સાથે પકડાયેલ (નીચે બેઠેલ) શખ્‍સો સાથે રૂરલ એસ.ઓ.જી.નો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯ : ગોંડલ પાસે બે દિ' પૂર્વે રૂરલ એસ.ઓ.જી.એ હેરોઇનનો જથ્‍થો ઝડપી લીધા બાદ શાપર-વેરાવળમાં ગાંજાના જથ્‍થા સાથે બે શખ્‍સોને પકડી પાડી જીલ્લામાં નશીલા પદાર્થના વેચાણના નેટવર્કના વધુ એકવાર પર્દાફાશ કર્યો છે.

રેન્‍જ ડી.આઇ.જી. સંદીપસિંહના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક બલરામ મીણા, રાજકોટ ગ્રામ્‍ય દ્વારા રાજકોટ જિલ્લાના નશીલા માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધી કાઢી તેની ઉપર ધોંસ બોલાવી આવી અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્‍તનાબુદ કરવા તેમજ અસરકારક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય એસ.ઓ.જી. શાખાના પો. અધિકારી તથા કર્મચારીઓ એસ.ઓ.જી.ને લગતી કામગીરીમાં શાપર-વેરાવળ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્‍યાન એસ.ઓ.જી. આર.આર. શાખાના પો.ઇન્‍સ. એમ.એન. રાણા તથા પો.સ. ઇન્‍સ. વાય.બી. રાણા તથા પો. હેડ કોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ જાડેજાને સંયુકત બાતમીરાહે મળેલ હકીકત આધારે લીટેન પ્‍લાસ કારખાનાની પાછળ આવેલ મજૂરોની ઓરડી નં.૧૦૪ની ઓરડીમાં આરોપી (૧) ભોલા ઉત્તમભાઇ ગુપ્તા જાતે તૈલી ઉ.વ.પ૭ ધંધો સિકયુરીટી ગાર્ડ રહે. શાપર-વેરાવળ, લીટેન પ્‍લાસ કારખાના પાછળ ખોલી નં.૧૦૪ મૂળ વતન બાબાકી બગીયા દબોલી વેસ્‍ટ, દાદાનગર મકાન નં. ૧પ૪ તા.જી. કાનપુર થાના ગોવિંદનગર (યુ.પી.) (ર) કેદાર પ્રભુશાહ ગુપ્તા જાતે તૈલી ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ શાપર-વે. લીટેન પ્‍લાસ કારખાના પાછળ ખોલી નં. ૧૦પ મૂળ વતન હલ્‍દીયારાની ચોક, તા. ભવાનીપુર જી. મેદનીપુર કલકતા (પヘમિ બંગાળ) કિ. રૂા. ર૩,૧૦૦/- તથા વનસ્‍પતિજન્‍ય ગાંજાના ઘટકવાળા માદક પદાર્થના વેચાણના રોકડ રકમ રૂા. ૧૬,૪૮૦ મળી કુલ રૂા. ૩૯,પ૮૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ ભોલા તથા કેદાર સાળા-બનેવી થાય છે અને બન્નેના સંતાનો શાપર-વેરાવળમાં આવેલ કારખાનામાં નોકરી કરતા હોય તેની સાથે રહે. ભોલો સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

પોલીસ પૂછતાછમાં પકડાયેલ કેદાર ગુપ્તાએ પોતે ગાંજાનો જથ્‍થો એક કિલો ૭૦૦૦ રૂા.માં યુપી-બિહારની બોર્ડર પાસેથી લાવી શાપર-વેરાવળમાં છૂટક વેચાણ કરતો હોવાની કેફીયત આપી છે. તકડાયેલ બંન્નેની વધુ પૂછતાછ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એન. રાણા તથા પો. સબ ઇન્‍સ. વાય.બી. રાણા સાથે હેડ કોન્‍સ. વિજયભાઇ ચાવડા, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજની તથા પો.કોન્‍સ. દિનેશભાઇ ગોંડલીયા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ, ડ્રા.પો.કો. સહિલભાઇ ખોખર તથા દિલીપસિંહ જાડેજા રોકાયા હતાં.

(11:24 am IST)