Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સોશ્યલ મિડિયાનો ઉપયોગ કેમ કરવો ? ભાજપના કાર્યકરોની ખાસ પ્રશિક્ષણ શિબિર મેંદરડા નજીક યોજાશે

ભારતીય -જનસંઘથી લઇ ભાજપની સ્થાપના, કેન્દ્ર શાસન, વગેરે બાબતોનું માર્ગદર્શન અપાશે : ધનસુખ ભંડેરી-કમલેશ મિરાણી દ્વારા શિબિર અંગે અપેક્ષીતોને અપાયું માર્ગદર્શન

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન  વિભાગની યોજના  હેઠળ જિલ્લા તેમજ મહાનગરના પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહેયા છે તે અંતર્ગત આગામી તા.રર,ર૩ અને તા.ર૪ સુધી મેંદરડા નજીક  રાજકોટ શહેર ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાનાર હોય પૂર્વતૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ધનસુખ ભંડેરી, ઉદય કાનગડ,  જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. પ્રદિપ ડવ, લાખાભાઈ સાગઠીયા, રક્ષાબેન બોળીયા, રાજકોટ મહાનગર પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ નિતિન ભૂત, સહઈન્ચાર્જ મહેશભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગોના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. તે વખતની તસ્વીર આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીએ જણાવેલ કે એક સમયે ભારતીય જનસંઘના નામથી માત્ર દશ લોકો દ્વારા શરૂ થયેલ પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપે કરોડો સભ્યોની સંખ્યા ધરાવતુ વિશાળ વટવૃક્ષ બની ગયેલ છે. તેઓએ વિશેષમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગર માટે તા.રર,ર૩ અને તા.ર૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા– આપણી વિચારધારા, વ્યકિતત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પરિવાર, બદલાયલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, રાજય સરકારની ઉપલબ્ધીઓ, ર૦૧૪ પછી ભારતની રાજનીતીમાં  આવેલ બદલાવ, કાર્યપઘ્ધતી –  મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ, ભારત વૈશ્વિક પરીદ્રશ્ય, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ– આપણા પ્રદેશના સંદર્ભમાં, સુરક્ષા સામર્થ્ય, ૭ વર્ષમાં કેન્દ્ર / રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન જેવા વિષયો ઉપર પ્રદેશમાં થી વકતાઓ માર્ગદર્શન પુરૂ પાડશે.આમ ઉપસ્થિત અપેક્ષીત શ્રેણીના કાર્ર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડતા કમલેશ  મિરાણીએ જણાવેલ હતું. આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને  કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:22 pm IST)