Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

એસબીઆઇ લેડીઝ કલબના પદાધીકારીઓ દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની મુલાકાતે

રાજકોટઃ શહેરથી ૧૨ કિ.મી. દુર નાના એવા ઢોલરા ગામમાં છેલ્લા ૨૩ વર્ષથી કાર્ર્યરત દિકરાનું ઘર વૃધ્ધાશ્રમની મુલાકાત સ્ટેટ બેંક અમદાવાદ સર્કલના એસબીઆઇ લેડીઝ કલબના પદાધીકારીઓ લેડીઝ કલબના અધ્યક્ષ ચીફ જનરલ મેનેજર સમશેરશીંગ માનના પત્નિ શ્રીમતી ગુરૂપ્રિત માન, જનરલ મેનેજર નેટવર્ર્ક ૩, રાજીવ કુમારના પત્નિ શ્રીમતી સંજુ રોય, ડેપ્યુટી જનરલ મેનેજર રાજકોટ મોડયુલના વિનોદ અરોરાના પત્નિ શ્રીમતી નિરુ અરોરા લીધી હતી. અને સંસ્થાના તમામ વડીલોને એસબીઆઇ લેડીઝ કલબ તરફથી ટ્રેક સુટ અને સાડી ભેટ આપવામાં આવેલ.

આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ અનુપમ દોશી, હસુભાઇ રાચ્છ, નલીન તન્ના તથા બેંકના અધિકારીઓ કમલેશભાઇ પંડયા, પવનભાઇ શર્મા, આચાર્ર્યભાઇ સાથે સતત મહિલા કમિટિના ફાલ્ગુનીબેન કાયાણી, ગીતાબેન વોરાએ સતત સાથે રહેલ સંસ્થાની પ્રવૃતિઓથી માહિતગાર કરેલ.

(4:21 pm IST)