Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શહેર ભાજપ અનુ.જાતી મોરચાની કારોબારી બેઠક યોજાઇ

રાજકોટ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ રહી છે તે અંતર્ગત રાજકોટ મહાનગર અઘ્યક્ષ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતી મોરચાની કારોબારી બેઠક શહેર ભાજપ કાર્યાલય ખાતે મળી હતી,  આ બેઠકમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડે, સંચાલન શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ મહેશ  અઘેરાએ અને અંતમાં આભાર વિધિ શહેર ભાજપ અનુ.જાતી મોરચાના મહામંત્રી વજુભાઈ લુણસીયાએ કરેલ. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા અને ભાનુબેન બાબરીયાએ  જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં અવિરત વિકાસ થઈ રહયો છે અને લોકહીતકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.  ત્યારે અનુ. જાતિ મોરચા દ્વારા તમામ  લોકકલ્યાણકારી યોજનાઓ સંગઠનના માઘ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચે અને સંગઠનનો વ્યાપ વધે  અને અંત્યોદયની ભાવના સાકાર થાય તે માટે કટીબઘ્ધ માટે માર્ગદર્શન પુરૂ પાડેલ. આ કારોબારી બેઠકમાં રાજુભાઈ અઘેરા, મહેશ રાઠોડ, ભાનુબેન  બાબરીયા, મહેશ અઘેરા, નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા, શામજીભાઈ ચાવડા,  રણજીત સાગઠીયા, જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા,  ડી.બી. ખીમસુરીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.આ તકે આ કારોબારી બેઠકમાં અનુ.જાતી મોરચાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. તે વખતની તસ્વીર.

(4:21 pm IST)