Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જૂગાર રમવા મોબાઇલની આઇડી આપનાર પ્રહલાદ પ્લોટનો જયરાજ રાણપરા પકડાયો

રાજકોટ તા. ૧૯: અમીન માર્ગ પરથી ગત રાતે ક્રાઇમ બ્રાંચે હર્ષ કપુરીયા નામના છાત્રને મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો પકડી લીધો હતો. તેની પુછતાછમાં તેને ૫૦-પ્રહલાદ પ્લોટ, આશાપુરા મંદિર રોડ મેડિકલની બાજુમાં રહેતાં છાત્ર જયરાજ હરિનભાઇ રાણપરા (ઉ.૨૧)એ આઇડી આપ્યાનું કબુલતાં પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે તેને પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કર્યો છે.

(4:20 pm IST)